તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડના નિયમોનું ઉલ્લંઘન:વાલક પાસે વડોદરાના 5 માંથી એકનો રિપોર્ટ પોઝિટીવ છતાં કાર હંકારી શહેર ભાગી છૂટ્યા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાલક પાસે વડોદરાના 5 માંથી એકનો રિપોર્ટ પોઝિટીવ છતાં કાર હંકારી શહેર ભાગી છૂટ્યા
 • પાલિકાની ટીમે સમરસ કેરમાં દાખલ કરવાની વાત કરી હતી

શહેરના વાલકના એન્ટ્રી ગેટ પર વડોદરા પાર્સિંગની કારમાં આવેલા પાંચ મુસાફરોના રેપીડ ટેસ્ટમાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવા છતાં પાંચેય મુસાફરો વડોદરા પરત જવાને બદલે સુરત તરફ કાર હંકારી નાસી છુટયાનો બનાવ સરથાણા પોલીસ ચોપડે નોંધાયો છે.

સરથાણામાં વાલક પાટીયા ખાતે બહારથી આવનારા મુસાફરોના કોવિડ અંગેના ટેસ્ટ કરવાની કામગીરી સુરત મહાનગર પાલિકા દ્વારા ચાલી રહી છે. શનિવારે બપોરના 12 વાગ્યાના સુમારે વડોદરા પાર્સિંગની કાર નં જીજે6-જેક્યુ-2593 સુરત બહારથી આવતા રોકાઇ હતી. આ કારમાં સવાર મુહમ્મદ નઇમ કાપડવાલા (રહે. સ્વામીનારાયણ મહોલ્લો, વડોદરા), મુહમ્મદ ઇસ્માઇલ કાપડવાલા, સગુફતા મુહમ્મદ ઇસ્માલ કાપડવાલા, અસમાબાનુ એમ.કાપડવાલા, સમીમબાનુ એમ.કાપડવાલાના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી સમીમબાનુ નો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા કારના તમામ સભ્યોને પોતાના ઘરે હોમ ક્વોરન્ટાઇન થવું પડશે અને સુરત જવું હોઇ તો પોઝિટીવ આવેલ સમીમબાનુ ને વેસુ સ્થિત સમરસ કોવિડ કેર સેન્ટરમાં જવું પડશે એમ પાલિકાની ટીમે જણાવ્યું હતું.

પાલિકાની ટીમ દ્વારા સુરત જવા માટે સમરસ કોવિડ કેર સેન્ટરમાં જવાનું કહેતા કારમાં સવાર તમામ પાંચેય વડોદરા પરત જવાનું કહીને સીધા સુરત તરફ પોતાની કાર હંકારીને ભાગી ગયા હતા. પાલિકાની ટીમે ફોન કરવા છતાં તેઓ પરત આવ્યા ન હતા. આમ કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરતા આ પાંચેય સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો