આપઘાત:આર્થિક સંકડામણમાં 4 બહેનના એકના એક ભાઈએ ફાંસો ખાધો

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં એક જ દિવસે અલગ અલગ 4 વ્યક્તિનો આપઘાત
  • ગાંધારી આશ્રમમાં સેવા આપતા યુવકે પણ જીવન ટૂંકાવ્યું

શહેરમાં આપઘાતના અલગ અલગ બનાવમાં 4 વ્યક્તિએ ફાંસો ખાધો છે. જેમાં આર્થિક સંકડામણથી કંટાળીને ગોડાદરામાં 4 બહેનના એકના એક ભાઈએ જીવન ટુંકાવ્યું છે. બીજા બનાવમાં એકલવાયા જીવનથી કંટાળી રાંદેરના યુવકે આપઘાત કર્યો હતો. ત્રીજા બનાવમાં પિતાના આપઘાત બાદ ડિપ્રેશનમાં ડુંભાલના યુવકે આપઘાત કર્યો હતો. ચોથા બનાવમાં અમરોલીમાં એક આધેડે આપઘાત કરી લીધો હતો. ગોડાદરા આસપાસ પ્રકાશ નગર ખાતે રહેતા અનિલ મણીલાલ આહિરે(25) રિક્ષા ચલાવી 4 બહેન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રવિવારે રાત્રે અનિલે ઘરમાં ફાંસો ખાધો હતો.

આર્થિક સંકડામણના કારણે અનિલે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બીજા બનાવમાં રાંદેર રામનગર મંગલદિપ સોસાયટી નજીક શ્રધ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા જયેશ જયંતિભાઈ સોલંકી(45)ડ્રાઈવરની નોકરી કરતા હતા.11 વર્ષ અગાઉ પત્ની સાથે છુટાછેડા થયા બાદ એકલવાયું જીવન જીવતા હતા. સોમવારે બપોરે તેમણે ઘરમાં ફાંસો ખાધો હતો.

ત્રીજા બનાવમાં ડુંભાલ શ્રીનાથ સોસાયટીમાં રહેતા અમિત પ્રદિપભાઈ વૈષ્ણવ(30) જયપુર ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. અમિતના પિતાએ 2015માં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારથી અમિત ડિપ્રેશનમાં રહેતાે હતાે. સોમવારે બપોરે અમિતે પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.

ચોથા બનાવમાં અમરોલી છાપરાભાઠા રોડ પર ગાંધારી આશ્રમ ખાતે રહેતા ભાનસીંગ ઉર્ફે ભગત 6 મહિના પહેલા આશ્રમ નજીક ચાની લારી ચલાવતા હતા. જોકે ચાની લારી બંધ કરી તેઓ છેલ્લા 6 મહિનાથી આશ્રમમાં સેવા આપતા હતા. સોમવારે સવારે તેમણે આશ્રમમાં પતરાના શેડમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. તેમણે ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...