હુકમ:13 વર્ષની કિશોરીને જોબની લાલચે રેપ કરનારા 2 પૈકી એકને 20 વર્ષની સજા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નજીકના સંબંધીએ છેડતી કરી તો તેના ભત્રીજાએ દુષ્કર્મ કર્યું

માતા-પુત્રીને યુપીથી કામ આપવા બાબતે સુરત બોલાવી તેની 14 વર્ષની કિશોરી સાથે છેડતી કરનારા કૌટુંબિક બનેવી અને કિશોરી પર બળાત્કાર ગુજારનારા અન્ય આરોપીને કોર્ટે પોક્સો એકટ હેઠળ તકસીવાર ઠેરવ્યા હતા. સબંધમાં કાકા-ભત્રીજા પૈકી કાકાને ત્રણ વર્ષ તો ભત્રીજાને 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે ચુકાદામાં પીડિતાને 4 લાખ વળતર તરીકે આપવાનો હુકમ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે, કાયદાના ઘડવૈયાઓનો હેતુ જળવાઈ તે જોતા હાલના આરોપીઓને સખત સજા કરવી જોઇએ.

કેસની વિગત મુજબ, આરોપી બંસીલાલ ઉર્ફે બાઉવા રામદાસ જે કે યુપીમાં રહેતી ફરિયાદી માતાનો કૌટુંબિક બનેવી હોય પોતાની દીકરી સાથે સુરત આવવાનું કહી અહીં કામ પણ મળી જશે. બંને સુરત આવ્યા બાદ તકીયા બનાવવાના કામમાં જોડાયા હતા. જ્યાં એક દિવસ કિશોરી ધાબા પર કામ કરી રહી હતી ત્યારે 42 વર્ષીય આરોપી બંસીલાલ ત્યા આવ્યો હતો અને કિશોરીને છેડતી કરી હતી તેના ગયા બાદ કિશોરી રસોઈ બનાવી રહી હતી ત્યારે 18 વર્ષીય આરોપી ભત્રીજો સત્યમ પાલ ત્યાં આવ્યો હતો અને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

છેડતી કેસ, આરોપીની શંકાના આધારે ધરપકડ
સીંગણપોર-ડભોલી પોલીસ મથકમાં આરોપી કેતન કુવારે સામે નોંધાયેલા છેડતીના કેસમાં કોર્ટે જામીન મુક્તિનો ઓર્ડર કર્યો હતો. એડવોકેટ સોનલ શર્માના માર્ગદર્શન હેઠળ કુમાર બારૈયાએ કરેલી દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. 15 વર્ષની કિશોરીની છેડતી અને ધમકીનો ગુનો આરોપી સામે નોંધાયો હતો. બચાવ પક્ષની દલીલ હતી કે કોઈ ગુનો કર્યો નથી. પોલીસે શંકાના આધારે ધરપકડ કરી છે. ટ્રાયલ દરમિયાન આરોપી ઉપસ્થિત રહી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...