સુરતમાં ફરીથી નશાનો કારોબાર ઝડપાયો છે. સરથાણા પોલીસે 0.960 ગ્રામના ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ વેચાણના રોકડા રૂપિયા 760 મોપેડ મળી કુલ 90,360ની મત્તા કબજે કરી હતી. તેમજ ડ્રગ્સનો જથ્થો આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ડ્રગ્સના જથ્થા સાથે એકને ઝડપી પડાયો
સુરત પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડ્રગ્સનો વેપલો કરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સરથાણા પોલીસે ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરથાણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન બામતીના આધારે સરથાણા કૃષ્ણકુંજ ફાર્મ સામેની ગલીમાંથી આરોપી અતીત અરવિંદભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો.
યુવક ઉપર શંકા જતા અંગ ઝડપી લેવાય
પોલીસે તેની અંગઝડતી લેતા તેની પાસેથી 9600 રૂપિયાની કિમતનું 0.960 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ વેચાણના રોકડા રૂપિયા 760, બે મોબાઈલ ફોન તથા એક મોપેડ મળી કુલ 90,360 રૂપિયાની મત્તા કબ્જે કરી હતી. અમિત મકવાણાએ જેની પાસેથી ડ્રગ્સ લીધી હતી અને કેટલા સમયથી તે સપ્લાય કરતો હતો. તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
વસીમ ઉર્ફે સાહિલને વોન્ટેડ જાહેર કરાયો
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેને આ ડ્રગ્સનો જથ્થો વસીમ ઉર્ફે સાહિલ ઉર્ફે નીપલ મુસ્તાક મિર્ઝા નામના ઈસમેં આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. વસીમ રાંદેર વિસ્તારનો રહેવાસી છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા NDPS ગુના હેઠળ કાર્યવાહી આગળ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.