દુઃખદ:લસકાણામાં ઝાડા-ઊલટી થતાં વધુ એક મહિલાનું મોત, શહેરમાં 2 માસમાં 15થી વધુનાં મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પાણીજન્ય રોગચાળામાં વધુ એક મહિલાનું મોત નિપજયું છે. લસકાણામાં ઝાડા ઉલટીની બીમારીમાં સપડાયેલી શ્રમજીવી મહિલાનું મોત નિપજ્યું હતું. કામરેજ વિસ્તારમાં આવેલા લસકાણાના પાસોદરા ગામ પાસે રોડ પાસે શ્રમજીવીઓના પડાવમાં રહેતી અશ્વિનીબેન ગણેશભાઈ મોરધાને(ઉ.વ.25) મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. મંગળવારે તેમને અચાનક ઝાડા-ઉલટી થવા માંડ્યા હતા. બુધવારે તબિયત વધુ લથડયા બાદ બેભાન થઈ જતા તેમના પતિ 108 મારફતે કામરેજના પી.એસ.સી સેન્ટરમાં સારવાર માટે લઈ ગયા હતા.

જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. બનાવની જાણ થતાં સરથાણા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને અશ્વિનીબેનના મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા 2 મહિનાથી તાવ, ઝાડા-ઉલટી, ડેન્ગ્યુ અને મલેરિયા સહિતના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 મહિનામાં 15થી વધુ વ્યકિતઓના મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...