સુરતમાં બાઈક ચોર બેફામ:વરાછા વિસ્તારમાં વધુ એક બાઈકની રેકી કરીને ચોરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરાછા વિસ્તારમાં બાઈક ચોર બેફામ બન્યા.

સુરત શહેરના વરાછા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી સતત બાઈક ચોરી થવાની ઘટના સામે આવી રહી છે. બાઈક ચોરો પોલીસને થાપ આપીને એક બાદ એક બાઇકની ચોરી કરવામાં સફળ થઈ રહ્યા છે જેને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે.

એક સપ્તાહમાં ચાર બાઇક ચોરી
સુરતના વરાછા વિસ્તારની અંદર છેલ્લા એક સપ્તાહમાં અલગ અલગ વિસ્તારમાંથી બાઈક ચોરી થવાની ઘટના સામે આવી રહી છે. ડાયમંડ પાર્ક વિસ્તારમાંથી મોડી રાતે તસ્કરો બાઇકની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તસ્કરો મોડી રાતે રેકી કરીને ડાયમંડ પાર્ક વિસ્તારમાં ઘટનાને અંજામ આપતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
વરાછા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા ડાયમંડ પાર્કમાંથી બાઈક ચોરી થવાની ઘટના સામે આવી છે. રાત્રે બાઈક ચોરીની ઘટના સમયે એક યુવક બાઈક લઈને ફરાર થઈ જતો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેમજ અન્ય એક બે ઈસમો પણ ચોરી થવાની ઘટના સમયે ત્યાં હાજર હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. એના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ ટોળકી બાઇક ચોરી કરતી હોવાની ઘટનાને અંજામ આપી રહી છે. વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...