ધરપકડ:ચરસ કેસમાં હિમાચલથી વધુ એક આરોપી ઝડપાયો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરાછાથી અગાઉ 5 લોકો પકડાયા હતા
  • અમરોલી પોલીસે સત્તાવાર સમર્થન ન આપ્યું

મોટાવરાછામાં અબ્રામા ચેક પોસ્ટ પાસે 5 દિવસ પહેલા 23.42 લાખનું સાડા ચાર કિલોનું ચરસ પકડાયું હતું. ચરસ આપનાર હિમાચલ પ્રદેશમાં રહેતા લાલારામ ઉર્ફે રાધેશ્યામ ઠાકુરને પકડવા અમરોલી પોલીસની ટીમ હિમાચલ પહોંચતા આરોપીને પકડવામાં સફળતા મળ્યાની વાત છે. ચરસના પ્રકરણમાં પોલીસે ફેશન ડિઝાઇનર નિકિતા દલસુખ ચોડવડીયા સહિત 5ની ધરપકડ કરી છે.

જેમાં નિકિતાનો બોયફ્રેન્ટ જેનીશ શંભુ ખેની મુખ્ય સૂત્રધાર છે. જેનીશ તેની મહિલા મિત્ર અને ડ્રાઇવર સાથે હિમાચલ પ્રદેશથી સાડા ચાર કિલો ચરસ લાવી તેમાં મિશ્રણ કરી ડબલ રૂપિયા કમાતા હતા. ચરસમાં ટોળકી ફ્લેવર વગરની ચોકલેટ અને મહેંદી નાખી થોડું ગણું પાણી મિશ્રણ કરી ડબલ માલ તૈયાર કરતી હતી.

પછી ટોળકી ચરસની 1 તોલા અને 2 તોલાની ગોળીઓ બનાવી તેના રેગ્યુલર કસ્ટમરોને આપતા હતા. ટૂંકમાં જેનીશ ચરસ લાવી જિજ્ઞેશ ઉર્ફે મોન્ટુ કીરીટ પટેલ અને હાર્દિક ઈશ્વર પટેલ જેવા પેડલરોને સપ્લાય કરી 15 દિવસમાં માલ વેચી 30 થી 35 લાખની કમાણી કરી લેતા હતા. મોટેભાગે ચરસનો નશો સિગારેટના કાગળમાં તમાકુ સાથે ચરસ મિશ્રણ કરી નબીરાઓ નશો કરતા હોય છે. અમરોલી પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. ટૂંકમાં આ કેસમાં પોલીસ આરોપીઓની મોબાઇલની છેલ્લા 1 વર્ષની કોલ ડિટેઇલ્સની તપાસ કઢાવે તો ઘણા નબીરાઓના નકાબ ચીરાય શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...