• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • One Month After The Completion Of The Yatra To Bring Justice To Those Who Died From Corona In Surat, 22154 Families Of The Deceased Have Filled Up The Forms.

કોંગ્રેસનો સર્વે:સુરતમાં કોરોનાથી મૃત્યુ પામેલાને ન્યાય અપાવવા યોજાયેલી ન્યાય યાત્રાને એક માસ પૂર્ણ, 22154 મૃતક પરિવારો પાસે ફોર્મ ભરાવ્યાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ નેતા નૈષધ દેસાઈએ કહ્યું કે, દિવાળી સુધી આ સર્વે ચાલશે. - Divya Bhaskar
કોંગ્રેસ નેતા નૈષધ દેસાઈએ કહ્યું કે, દિવાળી સુધી આ સર્વે ચાલશે.
  • હાર્વર્ડના સંશોધન કરનારી એક સંસ્થા દ્વારા કરાયેલા સર્વેમાં ગુજરાતમાં 2.81 લાખ લોકોના મોત થયાં- નૈષેધ દેસાઈ

કોંગ્રેસ દ્વારા છેલ્લા એક મહિનાથી ગુજરાતભરમાં યાત્રા શરૂ કરવામાં આવી છે. જે દરમિયાન કોરોનાથી મૃત્યુને ભેટેલા પરિવારજનોને મળીને તમામ વિગતો એકત્રિત કરવા માટેના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. સુરતની અંદર પણ અત્યાર સુધીમાં 8327 જેટલા ફોર્મ ભરાયા છે. કોંગ્રેસ દ્વારા હજી પણ દિવાળી સુધી ફોર્મ ભરવાની કામગીરી શરૂ રાખવામાં આવશે. ગુજરાતમાં કોરોના સંક્રમણ દરમિયાન અનેક લોકો વિવિધ સુવિધાઓના અભાવે મોતને ભેટ્યા હતા વિશેષ કરીને કોરોના સંક્રમણ કાળ દરમિયાન ઓક્સિજન ની ઘટ, જીવન રક્ષક ઇન્જેક્શનોની છત જેવા અનેક હા સુવિધાઓના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

સુરતની અંદર પણ અત્યાર સુધીમાં 8327 જેટલા ફોર્મ ભરાયા છે.
સુરતની અંદર પણ અત્યાર સુધીમાં 8327 જેટલા ફોર્મ ભરાયા છે.

મૃતકોને 4 લાખ રૂપિયા અપાવવા માગ
તમામ લોકોના પરિવારજનોને ન્યાય મળે તે હેતુથી યાત્રા શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને કારણે મોતને ભેટેલા પરિવારોને રૂપિયા 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે તેમજ તેમને નોકરીની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવે તે પ્રકારની માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાત ઘરની અંદર તમામ પરિવારોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે અને આ પ્રકારે દિવાળી સુધીમાં હજારો પરિવારોને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ રૂબરૂ જઇને મળીને ફોર્મ માં તમામ વિગતો એકત્રિત કરશે.

હજારો પરિવારોને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ રૂબરૂ જઇને મળીને ફોર્મ માં તમામ વિગતો એકત્રિત કરશે
હજારો પરિવારોને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ રૂબરૂ જઇને મળીને ફોર્મ માં તમામ વિગતો એકત્રિત કરશે

સરકારે આંકડા છૂપાવ્યાં-કોંગ્રેસ
કોંગ્રેસ નેતા નૈષધ દેસાઈએ જણાવ્યું કે, ભાજપની સરકાર એ જે પ્રકારે પ્રજાને સુવિધા ઊભી કરવાની જરૂર હતી. તે પ્રકારની સુવિધા ઊભી થઈ નથી અને તેના કારણે ગુજરાતમાં જ લાખો લોકોનું મોત કોરોનાને કારણે થયું છે. સરકાર હંમેશા આંકડા છૂપાવવામાં માહિર છે. પોતાની વાહવાહી થાય ત્યારે આંકડાઓ મોટા ઉપાડે જાહેર કરે છે અને જ્યારે નામોશી પરિસ્થિતિમાં મૂકાય છે, ત્યારે આંકડા છુપાવવાના તમામ પ્રયાસો કરે છે, એ જ રીતે કોરોનાના પણ આંકડા છૂપાવવામાં આવ્યાં છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ કોરોનાના કારણે મોત થયેલા પરિવારો સુધી પહોંચીને તેમને ન્યાય આપવાનો પ્રયાસ કરશે.