ટેસ્ટિંગ પર ભાર:રોજના 12 હજાર ટેસ્ટ કરાતા વધુ 10 લાખ રેપિડ ટેસ્ટ કિટ ખરીદાશે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઓમિક્રોન વેરિએન્ટને અંકુશમાં લેવા ટેસ્ટિંગ પર ભાર મુકાયો

શહેરમાં વધતા જતા કોરોનાના કેસને પગલે ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વધારાના કામ તરીકે વધુ 10 લાખ રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કીટ ખરીદવાની રજૂ થયેલી આ દરખાસ્તને નક્કી યુનિટ રેટ પ્રમાણે ખરીદી કરવા માટે મંજુરી આપવામાં આવી છે. કમિટીએ આ સાથે ટેસ્ટિંગ સેમ્પલને લેબોરેટરી સુધી લઇ જવામાં ઉપયોગમાં લેવાતી 10 લાખ વાયરલ ટ્રાન્સ્પોર્ટ મિડીયમ કીટ પણ ખરીદવા માટે મંજુરી આપી હતી.

નવા કોરોના કેસને અંકુશમાં લેવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને આઇસોલેશન સ્ટ્રેજી પર કામ કરવા માટે 10 લાખ જેટલી ટેસ્ટિંગ કીટ ખરીદવાની જરૂરિયાત લાગતા ગુરૂવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં વધારાના કામ તરીકે રજૂ થયેલી દરખાસ્ત પ્રમાણે લોએસ્ટ બીડર પાસેથી રેપિડ એન્ટિજનની પ્રતિ કીટ 9.38 રૂપિયાના દરે ખરીદવા મંજુરી અપાઇ હતી.

આ સાથે જ નાકમાંથી લેવાતા સેમ્પલને લેબોરેટરી સુધી લઇ જવામાં અનુકુળ ટેમ્પરેચર જાળવી રાખવામાં મદદરૂપ વાયરલ ટ્રાન્સ્પોર્ટ મિડિયમ કીટ પ્રતિ 7.90 રૂપિયાના દરે 10 લાખ કીટ ખરીદવા મંજુરી આપી છે. જેને પગલે આગામી દિવસોમાં વધુમાં વધુ ટેસ્ટીંગ શક્ય બનશે.

શહેરમાં કોરોના નવા કેસ ખૂબ ઝડપથી વધી રહ્યાં હોવાની સ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મનપાએ ટેસ્ટિંગ વધારવાની પ્રક્રિયા પર ભાર મુક્યો છે. હાલમાં દૈનિક 12 હજાર ટેસ્ટિંગ કરાઇ રહ્યાં છે. જેથી વધુ 10 લાખ રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કીટ ખરીદવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...