તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સુરતના એક લાખ વેપારીને MSMEમાં સમાવી લેવાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2017માં નાના વેપારીને બાકાત કર્યા હતા
  • બેંકિંગ-ફાયનાન્સની સેવાઓમાં લાભ થશે

જીએસટીમાં નોંધાયેલા ટ્રેડર્સ, વેપારીઓ અને રિટેઈલર્સને એમએસએમઈમાં સમાવવા માટે છેલ્લાં થોડાં સમયથી કૈટ (કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ) દ્વારા માંગણી કરાઈ હતી. જેના કારણે સુરતના જ એક લાખથી વધુ વેપારીઓને સીધો લાભ થવાનો હતો.

વર્ષ 2017 સુધી નાના વેપારીઓને એમએસએમઈની વ્યાખ્યા હેઠળ સમાવી લઈને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થતી વિવિધ યોજનાઓનો લાભ અપાતાે હતો. જો કે, જૂન 2017માં એક નોટિફિકેશન જાહેર કરી રિટેઈલર, હોલસેલ, વેપારીઓને એમએસએમઈમાંથી બાકાત કર્યા હતાં. કૈટની માંગણીને ધ્યાને રાખી ફરી 2જી જૂલાઈએ કેન્દ્રિય MSME મિનિસ્ટ્રીએ વેપારી વર્ગને ફરીથી એમએસએમઈનો દરજ્જો આપ્યો છે. કૈટના પ્રમુખ પ્રમોદ ભગત કહે છે કે,સુરતમાં મોટાભાગના રિટેઈલર્સને લાભ થવાનો છે.

અંદાજે 1 લાખથી વધુ સુરતના વેપારીઓને એમએસએમઈનો દરજ્જો મળતાં બેન્કિંગ અને ફાઈનાન્સની સેવા સરળતાથી મળશે. કોરોનાના કારણે વેપારીવર્ગની સ્થિતિ કફોડી બની છે. બેન્કો પાસે નાણાં મેળવી ઝડપથી સ્થિતિમાં સુધારો કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...