તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:સપ્તાહમાં એક દિવસ ડિઝલ નહીં ખરીદવા પંપ સંચાલકોની ચીમકી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘બાયો ડિઝલના નામે કેમિકલનો વેપલો બંધ કરો’
  • સુરત અને તાપી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલપંપ ડીલર એસો.ની માંગ

દક્ષિણ ગુજરાતમાં બાયો ડિઝલના નામે પ્રદૂષણ ફેલાવતા કેમિકલનો વેપલો બંધ કરાવવાની માંગ ઉઠી છે. સુરત અને તાપી ડિસ્ટ્રિકટ પેટ્રોલ પંપ ડિલર એસો. દ્વારા જો કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તા.15મી જુલાઇથી પેટ્રોલ પંપના માલિકો અઠવાડિયામાં એક દિવસ ડિઝલ નહીં ખરીદી આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સુરત અને તાપી જિલ્લામાં 400 જેટલા પેટ્રોલ પંપ આવેલા છે. આ પંપ પર ડિઝલના વેચાણ પર 25થી 50 ટકા સુધી ઘટાડો થયો છે. જેથી પંપ સંચાલકોને ભારે નુકસાન થઇ રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય લઇને બાયોડિઝલના નામે કેમિકલ યુક્ત પદાર્થ વેચતા આવા પંપને બંધ કરી તેમની સામે કડક હાથે કાર્યવાહીની માંગ કરી છે. જો 15 જુલાઇ સુધી આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પેટ્રોલ પંપના સંચાલકો અઠવાડિયામાં એક દિવસ ડિઝલની ખરીદી નહીં કરીને આંદોલન શરૂ કરશે.

રોજ અઢી લાખ લીટર બાયોડિઝલનું વેચાણ
અેસોસિએશનના પ્રમુખ અનિલ દેસાઇએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ફુટી નિકળેલા બાયો ડિઝલના પંપ પર દરરોજનું 2.50 લાખ લીટર જેટલુ કથિત બાયો ડિઝલ વેચાવામાં આવી રહ્યું છે. આટલી માત્રામાં ડિઝલ ક્યાંથી આવે તે એક સવાલ છે. આ ડિઝલ વનસ્પતિમાંથી નહીં પણ ફરસાણમાં વપરાયેલા ઓઇલમાંથી બનાવામાં આવી રહ્યું છે. આવા કેમિકલના કારણે પ્રદૂષણમાં વધે છે અને પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...