છેતરપિંડી:ચેન્નાઇના ઠગની 8 વેપારી સાથે એક કરોડની ચીટિંગ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ પલક સામે ફરિયાદ નોંધાઇ હતી

ચેન્નાઈના રીઢા ઠગ પલક દુરઈએ સુરતના વધુ 8 વેપારીઓ પાસેથી એક કરોડનું કાપડ ઉધારમાં લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. પલક દુરઈ વિરુ્દ્ધ સુરતમાં 1 વર્ષ પૂર્વે ફરિયાદ નોંધઇ હતી. સિટીલાઈટ રોડ પર રહેતા સુનિલ લક્ષ્મીનારયણ જાજુ રિંગરોડની પર ગુરૂકૃપા માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. તેઓ ચેન્નાઈમાં કાપડનો વેપાર કરતા ત્યારથી પલકને ઓળખતા હતા. પલક ચેન્નાઈમાં અલગ-અલગ ચાર વિસ્તારોમાં સરવના સ્ટોર્સ ગોલ્ડ પેલેસ ટેક્સટાઈલના નામથી વેપાર કરતો હતો.

પલક વારંવાર સુરત આવતો હોવાથી ઘણા વેપારીઓને ઓળખતો હતો. શરૂમાં માલ ખરીદીને તેનું પેમેન્ટ પલકે સમય પર ચૂકવી દીધું હતું. તેથી સુનિલ જાજુએ પલકને 15.20 લાખનું કાપડ ઉધારમાં આપ્યું હતું. પરંતુ પલકે પેમેન્ટ ન આપી ફોન પણ બંધ કરી દીધો હતો. પલકે સુરતના અન્ય વેપારીઓ વિનય બિયાની પાસેથી 5.67 લાખ, હંસરાજ પાસેથી 18.32 લાખ, બાબુલાલ પાસેથી 21.19 લાખ, ભરતભાઈ પાસેથી 8.70 લાખ, પ્રેમચંદ પાસેથી 8.50, માંગીલાલ પાસેથી 21.35 લાખનું કાપડ ખરીદીને રૂપિયા ચૂકવ્યા ન હતા. આમ કુલ એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. સુનિલ જાજુએ પલક દુરાઈ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...