સુરત પોલીસ દ્વારા ગેરકાયદે હથિયારો રાખી લોકોમાં ખૌફ પેદા કરનારા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે અલગ અલગ 22 ગુના આચરનાર આરોપીને દેશી તમંચા અને કાર્ટીઝ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી વધારી છે.
બાતમીના આધારે ઝડપાયો
એસ.ઓ.જીને મળેલી બાતમીના આધારે આરોપીને વસીમ ઉર્ફે ગાવઠી રહીમ શેખને લિંબાયતની બાંગ્લાદેશ ઝૂપડ્ડપટ્ટી આંગણવાડી ખાતે જાહેરમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ-1 જેની અંદાજે કિંમત 5000, જીવતા કાર્ટીઝ નંગ-1 જેની કિંમત 50, મોબાઈલ ફોન 1 જેનિ કિંમત 500 મળી કુલલ 5550નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
વોન્ટેડ આરોપી પાસેથી હથિયાર મેળવેલું
આરોપી વસીમે હથિયાર રાખવા અંગે પોલીસને જણાવ્યું હતું કે, પોતાની અગાઉ લિંબાયત મીઠ ખાડી ખાતેરહેતા વસીમ પાર્સલ તથા તેના માણસો સાથે ઝઘડો થયો હતો. જેથી વોન્ટેડ આરોપી પાસેથી હથિયાર મેળવી પોતાની પાસે રાખ્યું હતું. વસીમ ઉર્ફે ગાવઠી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 22 ગુના દાખલ થયેલા છે.જેમાં ઉધના લિંબાયત અને પુણા પોલીસ સ્ટેશનની સાથેસાથે ડીસીબીમાં પણ ગુના દાખલ કરવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.