છેતરપિંડીં:3.65 કરોડની છેતરપિંડીંમાં એક ઝડપાયો, હજુ 7 ફરાર

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉધનામાં ૩.૬૫કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી છે. હજી આ ગુનામાં સાતેક આરોપી પકડવાના છે. અલથાણમાં ગ્રીન વિક્ટરીમાં રહેતા અરવિંદ ભગવાનભાઈ વઘાસિયા કાપડનો વેપાર કરે છે. ઉધનામાં ભાઠેણામાં મિલેનીયમ-૪ માં તેમની દુકાન છે.

૨૦૨૦ ફેબ્રુવારીથી ૨૦૨૧ દરમિયાન ૮ આરોપીઓએ અરવિંદભાઈ પાસેથી ઉધારમાં ૩.૬૫ લાખ રૂપિયાનું કાપડ ખરીદી કરી રૂપિયા ચૂકવ્યા ન હતા. તેથી અરવિંદ વઘાસિયાએ ૮ આરોપીઓ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં ઉધના પોલીસે આરોપી તરંગ સુરેશ પટેલ ( રહે. ઉમિયા નગર ફ્લેટ, ડિંડોલી. મૂળ મહેસાણા) ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...