તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સાયણના ફાર્મ હાઉસના ફૂવારામાં ડૂબી જતા સુરતની દોઢ વર્ષની બાળકીનું મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર જમતું હતું ત્યારે બાળકી બાજુના ફાર્મ હાઉસમાં જતી રહી અને ઘટના બની
  • જન્માષ્ટ્રમીની રજા માણવા માટે ત્રણ પરિવાર ફામ હાઉસ પર ગયા હતા

ઓલપાડ તાલુકાના કરમલા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં જન્માષ્ટમીની રજામાં મજા માણવા ગયેલા ડભોલીના પરિવારની દોઢ વર્ષની બાળકીનું ડૂબી જતા મોત થયું હતું. પરિવાર ફાર્મમાં જમી રહ્યું હતું ત્યારે બાળકી બાજુના ફાર્મ હાઉસમાં પહોંચી ગઈ હતી, જ્યાં સુશોભન માટે બનાવેલા એક ફૂંવારાના કૂંડમાં તે ડૂબી ગઈ હતી.

મુળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના વતની રોનકભાઇ હિંમતભાઇ સુતરીયા (રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, ડભોલી મેઇન રોડ, કતારગામ, સુરત) ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ કરે છે. તેમના પાડોશીનું કરમલા ગામે એક ફાર્મ હાઉસ છે. રજા હતી એટલે રોનકભાઈ અને તેમના પાડોશી સહિત ત્રણ ફેમિલી ફાર્મ હાઉસમાં ગયા હતા.

મંગળવારે સાંજે તેઓ પરત ઘરે જવા રવાના હતા તે પહેલા તેમણે પાઉંભાજીનો કાર્યક્રમ રાખ્યો હતો. બધા સાથે બેસીની જમી રહ્યા હતા તે સમયે જ રોનકભાઈની દીકરી આર્યા જમ્યા વગર ઉઠી અને ફાર્મ હાઉસની બહાર નીકળી ગઈ હતી. ફાર્મ હાઉસનો વોચમેન બાળકીનો હાથ પકડી પરત લઈ આવ્યો હતો પણ તે ફરીથી બહાર નીકળી ગઈ હતી. આર્યા બાજુના ફાર્મ હાઉસમાં પહોંચી અને સુશોભન માટે બનાવેલા ફૂંવારાના કૂંડમાં પડી ગઈ હતી.

કૂંડમાં પાણી વધારે હોવાથી આર્યા ડૂબી ગઈ હતી. થોડા સમય સુધી આર્યા ન દેખાતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. ગણતરીની મિનિટો બાદ આર્યા કૂંડમાંથી મળી આવતા તેણે સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. આ બાબતે ફાર્મના અન્ય માલિક જયેશ બાલાભાઇ ધોળકીયા(રહે. ૫૦૩,એલિફન્ટા હાઇટસ કેન્સર હોસ્પિટલની પાસે,ડભોલી સુરત શહેર)એ ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી. આર્યા રોનકભાઈની એકની એક દીકરી હતી. પરિવારે બાળકી આસપાસ ન દેખતાં શોધખોળ આદરી હતી ત્યારે બાજુના ફાર્મ હાઉસના ફૂવારાના કૂદમાંથી મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...