• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • One And A Half Lakh Kg Of Heavy 25000 Kg Of Straw Will Be Sold, The Price Of Heavy Will Be Increased By Rs. 60 To 70 And The Price Of Straw By 40 To 60.

સુરતમાં ચંદની પડવાની તૈયારી:દોઢ લાખ કિલો ઘારી અને 25 હજાર કિલો ભૂસું વેચાશે, ઘારીના ભાવમાં 60થી 70 તો ભૂસામાં 40થી 60નો વધારો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચંદની પડવાને દિવસે શહેરમાં ઘારી અને ભૂંસૂ ખાવાનું ચલણ છે. ત્યારે વેપારીઓએ ઘારી બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે. આ દિવસે શહેરમાં અંદાજે દોઢ લાખ કિલો ઘારી અને 30 હજાર કિલો ભૂંસુ વેચાવાની સંભાવના છે. ગત વર્ષ કરતાં ઘારી અને ભૂંસૂ વધારે વેચાવાનો મત શહેરના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

ગત વર્ષે સુમુલ ડેરી દ્વારા 80 હજાર કિલો અને ચોર્યાસી ડેરી દ્વારા 5 હજાર કિલો ઘારી બનાવાવમાં આવી હતી. જ્યારે આ વર્ષે સુમુલ ડેરી દ્વારા 1 લાખ કિલો ઘારી બનાવવામાં આવી છે. ગત વર્ષે સુમુલ ડેરીની ઘારીનો ભાવ 560 રૂપિયા હતો જે આ વર્ષે 600 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે આ ઉપરાંત પિસ્તા ઘારી, કેસર ઘારી, માવાઘારી અને ફ્લેવર્ડ ઘારીના ભાવમાં 60થી 70 રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યારે ઘૂસાના ભાવમાં 40થી 60 રૂપિયાનો વધારો થયો છે. ચંદી પડવાને દિવસે શહેરી જનો 10થી 12 કરોડ રૂપિયાનું ઘારી અન ભૂંસૂ ઝાપટી જશે.

તેલના ભાવમાં એક વર્ષમાં 1200નો વધારો
તેલના ભાવમાં 1 વર્ષમાં 1200 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચણાનો લોટ 10થી 20 રૂપિયા મોંઘો થયો છે. જેથી ગત વર્ષે 1 કિલો ભુસૂં 200થી 240 રૂપિયા સુધીમાં મળતું હતું તે આ વર્ષે 250થી લઈને 300 રૂપિયે કિલો મળી રહ્યું છે.

આ રીતે ઘારીના ભાવમાં વધારો થયો

ઘારીનો પ્રકારગત વર્ષે ભાવઆ વર્ષે ભાવ
માવા ઘારી600થી 670660થી 700
પિસ્તા ઘારી660થી 720720થી 760
કેસર ઘારી700થી 760750થી 800
ફ્લેવર્ડ ઘારી680થી 720740થી 760

ગત વર્ષ કરતાં ધંધો વધશે
ઘારીના ભાવમાં રૂ. 40નો વધારો થવા છતાં આ વર્ષે કોરોનાની ઝાઝી અસર ન હોવાથી વધારે ઘારી વેચાશે.’ - રોહન મિઠાઈવાલા, 24 કેરેટ

આ વર્ષે છૂટથી ઉજવણી થશે
આ વર્ષે ચંદની પડવાની ઉજવણી રંગેચંગે થવાની શક્યતા જોતાં ભૂંસાનું વેચાણ વધશે તેવી સંભાવના છે.- આશિષ પૂજારા, ફરસાણના વેપારી

અન્ય સમાચારો પણ છે...