ચંદની પડવાની તૈયારી:સુરતમાં દોઢ લાખ કિલો ઘારી અને 25 હજાર કિલો ભૂસું વેચાશે, ઘારીના ભાવમાં 60થી 70 તો ભૂસામાં 40થી 60નો વધારો

સુરતએક મહિનો પહેલા
ગત વર્ષ કરતાં ઘારીના ભાવમાં 40 રૂપિયાનો વધારો થવા છતાં વેચાણમાં કોઈ ઘટાડો થશે નહીં.
  • ગત વર્ષ કરતાં ઘારી અને ભૂંસૂ વધારે વેચાવાનો મત વેપારીઓએ વ્યક્ત કર્યો

સુરતમાં ચંદની પડવાને દિવસે શહેરમાં ઘારી અને ભૂંસૂ ખાવાનું ચલણ છે. ત્યારે વેપારીઓએ ઘારી બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે. આ દિવસે શહેરમાં અંદાજે દોઢ લાખ કિલો ઘારી અને 30 હજાર કિલો ભૂંસુ વેચાવાની સંભાવના છે. ગત વર્ષ કરતાં ઘારી અને ભૂંસૂ વધારે વેચાવાનો મત શહેરના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

ચંદની પડવાના દિવસે ઘારી ખાવાનું ચલણ હોવાથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
ચંદની પડવાના દિવસે ઘારી ખાવાનું ચલણ હોવાથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ઘારી અને ભૂંસૂ વેચાશે
ગત વર્ષે સુમુલ ડેરી દ્વારા 80 હજાર કિલો અને ચોર્યાસી ડેરી દ્વારા 5 હજાર કિલો ઘારી બનાવાવમાં આવી હતી. જ્યારે આ વર્ષે સુમુલ ડેરી દ્વારા 1 લાખ કિલો ઘારી બનાવવામાં આવી છે. ગત વર્ષે સુમુલ ડેરીની ઘારીનો ભાવ 560 રૂપિયા હતો જે આ વર્ષે 600 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે આ ઉપરાંત પિસ્તા ઘારી, કેસર ઘારી, માવાઘારી અને ફ્લેવર્ડ ઘારીના ભાવમાં 60થી 70 રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યારે ઘૂસાના ભાવમાં 40થી 60 રૂપિયાનો વધારો થયો છે. ચંદી પડવાને દિવસે શહેરી જનો 10થી 12 કરોડ રૂપિયાનું ઘારી અન ભૂંસૂ ઝાપટી જશે.

પડવાના દિવસે દોઢ લાખ કિલો ઘારી અને 30 હજાર કિલો ભૂંસુ વેચાવાની સંભાવના
પડવાના દિવસે દોઢ લાખ કિલો ઘારી અને 30 હજાર કિલો ભૂંસુ વેચાવાની સંભાવના

તેલના ભાવમાં એક વર્ષમાં 1200નો વધારો
તેલના ભાવમાં 1 વર્ષમાં 1200 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચણાનો લોટ 10થી 20 રૂપિયા મોંઘો થયો છે. જેથી ગત વર્ષે 1 કિલો ભુસૂં 200થી 240 રૂપિયા સુધીમાં મળતું હતું તે આ વર્ષે 250થી લઈને 300 રૂપિયે કિલો મળી રહ્યું છે.

ઘારીનો ભાવ 560 રૂપિયા હતો જે આ વર્ષે 600 રૂપિયા કરવામાં આવ્યો
ઘારીનો ભાવ 560 રૂપિયા હતો જે આ વર્ષે 600 રૂપિયા કરવામાં આવ્યો

ગત વર્ષ કરતાં ધંધો વધશે
ઘારીના ભાવમાં રૂ. 40નો વધારો થવા છતાં આ વર્ષે કોરોનાની ઝાઝી અસર ન હોવાથી વધારે ઘારી વેચાશે.’ - રોહન મિઠાઈવાલા, 24 કેરેટ

ચંદી પડવાને દિવસે શહેરી જનો 10થી 12 કરોડ રૂપિયાનું ઘારી અન ભૂંસૂ ઝાપટી જશે
ચંદી પડવાને દિવસે શહેરી જનો 10થી 12 કરોડ રૂપિયાનું ઘારી અન ભૂંસૂ ઝાપટી જશે

આ વર્ષે છૂટથી ઉજવણી થશે
આ વર્ષે ચંદની પડવાની ઉજવણી રંગેચંગે થવાની શક્યતા જોતાં ભૂંસાનું વેચાણ વધશે તેવી સંભાવના છે.- આશિષ પૂજારા, ફરસાણના વેપારી