તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઘોડદોડ રોડનાં ક્રોમામાં દોઢ લાખનો કેમેરો ચોરી બે ચોર પીપલોદના શોરૂમમાં ગયા તો એલાર્મ વાગતા 1 પકડાયો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીના આમીર અને હુસેને 26મીએ વરાછાના ક્રોમામાંથી 80 હજારનું આઇપેડ ચોર્યું હતું

શહેરના ઘોડદોડ રામચોક ખાતે આવેલા ટાટા ક્રોમા સેન્ટરમાંથી ફક્ત 5 મિનિટમાં 1.51 લાખની કિંમતના કેમેરાની ચોરી થઈ હતી. માસ્ક પહેરીને આવેલા બે ચોરોએ કેમેરાની ચોરી કરતાં સીસીટીવી ફૂટેજમાં દેખાયા હતા. બંને ચોરોએ દોઢ લાખના કેમેરાની ચોરી કરી બપોર પછી પાછા પીપલોદના ક્રોમા સેન્ટરમાં કેમેરાની ચોરી કરવા જતા સિક્યુરિટી એલાર્મ વાગતા ગાર્ડ દોડી આવ્યા હતા.

જેથી બંને ચોરો ત્યાંથી ભાગી રિક્ષામાં બેસી રફુચક્કર થયા હતા. સિક્યુરિટી ગાર્ડ અને ક્રોમાના સ્ટાફે રિક્ષાનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. મજૂરા ગેટ ખાતેના જુના આરટીઓ પાસે એક ચોર ચાલુ રિક્ષામાં કૂદીને ભાગવા જતા પકડાયો હતો. ચોરને હાથ અને પગમાં ઈજાઓ થઈ હતી. ક્રોમા સેન્ટરના સ્ટાફે તેને પકડીને ઉમરા પોલીસને હવાલે કર્યો હતો. જયારે અન્ય તેનો સાગરિત ફરાર થયો હતો.

સ્ટાફે ઉધના દરવાજા સુધી પીછો કર્યો હતો. પકડાયેલા ચોરનું નામ આમીરઅલી સમીરઅલી શૌન છે અને તે પૂર્વી દિલ્હીનો છે. જયારે તેનો સાગરિત હુસૈનઅલી મક્સુદઅલી છે અને તે પણ પૂર્વી દિલ્હીનો છે. ચોરોના ફૂટેજ તમામ ક્રોમા સેન્ટરમાં સ્ટાફને મોકલી આપવામાં આવ્યા હતા.

વધુમાં બન્ને ચોરો 26મી તારીખે વરાછાના ક્રોમા સેન્ટરમાંથી 80 હજારની કિંમતનું આઇપેડ ચોરી કરી હતી. 27મી તારીખે ઘોડદોડ રામચોક ક્રોમ સેન્ટરમાંથી 1.51 લાખનો કેમેરો ચોરી કર્યો અને તેજ દિવસે બપોરે ડુમસ રોડના ક્રોમ સેન્ટરમાં કેમેરાની ચોરી કરતા એલાર્મ સિસ્ટમને કારણે એક ચોરને પકડી પાડવામાં સફળથા મળી હતી. હાલમાં ક્રોમા સેન્ટરના આસિટન્ટ મેનેજર મુત્યુજંય સિંઘએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી અન્ય આરોપીને શોધવા કવાયત શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...