કામગીરી:5 વર્ષમાં બ્રિજો-SMC બિલ્ડિંગોમાં લાઇટીંગ પાછળ દોઢ કરોડ ખર્ચાયા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી નિમિત્તે દર વર્ષે લાઇટીંગ-સુશોભનની કામગીરી થાય છે
  • કેબલ બ્રિજની લાઇટ ચોરીના બે વર્ષ બાદ પણ લાઇટ લાગી નથી

દેશના સૌથી ઝડપથી વિકસતા સુરત શહેરમાં મહાનગર પાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે. આવી સ્થિતિમાં વિકાસ કામો માટે માત્ર રાજ્ય સરકારની ગ્રાન્ટ પર નિર્ભર સુરત મહાનગર પાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં દિવાળીના તહેવારોમાં વિવિધ બ્રિજો તથા પાલિકાની બિલ્ડીંગોમાં લાઇટ અને સુશોભન પાછળ રૂા.1.52 કરોડનો ખર્ચ કર્યો હોવાની માહિતી સામે આવી છે. સામાન્યત: દર વર્ષે દિવાળીના તહેવારોમાં વિવિધ બ્રીજો સહિત સુરત મહાનગર પાલિકાની વિવિધ બિલ્ડીંગોમાં લાઇટ અને સુશોભનની કામગીરી કરવામાં આવે છે.

જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂા.1,52,86,424નો ખર્ચ કરવામાં આવ્યો છે. લાઇટ અને અન્ય સુશોભનમાં મે 2019માં કેબલ સ્ટેઇડ બ્રીજ પરથી રૂા.4.04 લાખના લાઇટીંગ મટીરીયલની ચોરી થઇ હતી. આ ચોરી બાબતે અજાણ્યા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેબલ સ્ટેઇડ બ્રિજની લાઇટ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરંતુ લાઇટ ચોરી થયાના બે વર્ષ બાદ પણ હજુ સુધી લાઇટીંગ માટે પાલિકાએ કોઇ નક્કર કામગીરી કરી નથી.

કેબલ બ્રિજ પર લાઇટ લગાડવા મુદ્દે વખતોવખત સ્થાયી સમિતિની બેઠકમાં સ્થાનિક મહિલા નગરસેવકે રજૂઆત કરી હતી. નોંધનીય છે કે, સુરત મહાનગર પાલિકામાં તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં એક મહિલા સભ્યે લાઇટીંગ અને સુશોભનના ખર્ચ સંદર્ભે પૂછેલા પ્રશ્નના જવાબમાં પાલિકાએ માહિતી રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...