સુરત:મહિને દોઢ કરોડ માસ્ક બનાવનારે કોરોના બેઈઝ એન્ટી બેક્ટેરીયલ પ્રોસેસ કરી PPE કિટ બનાવ્યાનો દાવો

સુરત3 વર્ષ પહેલા
પીપીઈ કિટની ગુણવતા ચેકીંગ માટે લેબોરેટરીમાં આપવામાં આવી હોવાનું ઉત્પાદક દ્વારા કહેવાયું હતું.
  • વુવન ફેબ્રિક્સમાંથી બનેલી કિટનું લેબોરેટરીમાં ટેસ્ટીંગ ચાલુ
  • ચેન્નાઈ અને યુરોપની લેબના રિપોર્ટ બાદ કિટ બજારમાં મુકાશે

કાપડને કોરોના બેઇઝ એન્ટી બેક્ટેરિયલ પ્રોસેસ કરી PPE કીટ બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. વોસેબલ અને રી યુઝ થતી આ કિટ 10-50 સેકન્ડમાં જ કપડાંને ટચ થયા બાદ કોરોના વાઇરસનો નાશ કરતી હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં પણ વુવન ફેબ્રિક્સમાંથી બનેલી આ એન્ટી બેક્ટેરિયલ કિટ પર લેબોરેટરીમાં હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જોકે હજી સુધી ચેન્નાઈની સરકાર માન્ય સીત્રા અને યુરોપની લેબના રિપોર્ટ આવ્યા બાદ આ કિટ બજારમાં વેચાણ માટે મુકાશે એવું સુરેશભાઈએ જણાવ્યું છે. મહિને દોઢ કરોડ માસ્ક બનાવતી આ સંસ્થા સુરત સહિત વડોદરા, અમદાવાદ, પુણે, મુંબઈ સહિત ના મોટા શહેરોમાંથી સારો સહકાર મળી રહ્યો છે જેથી હવે કોરોના વાઇરસને લાગતી તમામ સામગ્રીઓ એક જ સ્થળ પરથી રાહત દરે મળી રહે એ માટે આગામી દિવસોમાં સુરતમાં સ્ટોર ખોલવાનું પણ આયોજન કરી રહી હોવાનું જણાવ્યું છે.

વોશેબલ કિટ બનાવવામાં આવી

સુરેશ ભાઈ ગોંડલીયા (માલિક, ટ્રુ ડ્રગ ફાર્મા પ્રા.લિ, સુરત)એ જણાવ્યું હતું કે માર્કેટમાં હાલ અનેક PPE વેચાય રહી છે જોકે વોશેબલ અને રી-યુઝ સાથે એન્ટી બેક્ટેરિયલ (કોવિડ-19) કીટ માર્કેટમાં લાવનાર તેઓ પહેલા કારખાનેદારો હશે. આ કીટ પર લેબમાં અનેક પરીક્ષણ કરાયા બાદ બનાવવામાં આવી છે. આ કિટની ખાસિયત એ છે કે 10-50 સેકન્ડમાં જ કોરોના વાઇરસના જતું સંપર્કમાં આવ્યા બાદ નાશ થઈ જાય છે. વુવન ફેબ્રિકસને સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરાયા બાદ બ્લડ, ઓઇલ, પાણી જેવા પ્રવાહી આ PPE કિટમાંથી પસાર ન થઈ શકતા હોવાનું હાલ લેબોરેટરી ટેસ્ટમાં જાણી શકાયું છે.

ક્વોલિટી ચેકીંગ પર ફોક્સ કરાયું

એન્ટી બેક્ટેરિયલ કાપડ તૈયાર થયા બાદ 30 હજાર મીટર કાપડનો મશીન પર લોડ કર્યા બાદ લગભગ 8 કલાકમાં 9000 હજાર PPE કિટ મહિને 2.5 લાખનું કાપડ કટીંગ થઈ બહાર આવે છે. એક કિટમાં 3 મીટર કાપડ વપરાતું હોય છે. ડિઝાઇન સાથે કટીંગ થયા બાદ કિટ સિલાઈ વિભાગમાં જતી હોય છે. જ્યાં સંપૂર્ણ સિલાઈ થયા બાદ માર્કેટમાં સીધી સપ્લાય કરતી આ એક માત્ર સંસ્થા કહી શકાય છે. 15થી 25 તકાના નફા પર કામ કરતી આ સંસ્થા આગામી દિવસોમાં ટ્રુ ડ્રગ ચેરીટેબલ ટ્રસ્ટ શરૂ કરવાનું પણ આયોજન કરી રહી છે. જ્યાં જરૂરિયાતમંદ ગરીબ લોકોને ફ્રીમાં કોરોના વાઇરસને લાગતી સામગ્રી આપી આ વાઇરસ સાથે લડવા પ્રોત્સાહિત કરાશે. આ સંસ્થા દ્વારા થતા દરેક ઉત્પાદન પર ક્વોલિટી ચેકિંગ હાથ ધરાઈ રહ્યું હોવાનું સુરેશભાઈએ વધુમાં ઉમેર્યું છે. 

કિટ બનાવવામાં સફળતા મળી

કોરોના વાઇરસને લાગતા તમામ સુરક્ષાના સાધનો આપવાની બાંયધરી સાથે આ સંસ્થા આગામી દિવસોમાં સુરતના વિવિધ વિસ્તારાઓમાં 30 થી વધુ સ્ટોર (સેન્ટર) ઉભા કરવાનું પણ આયોજન કરી રહી છે. સુરત, બરોડા, અમદાવાદ, અને પુણાથી હાલ ઓર્ડર મળી રહ્યા છે. એપ્રિલ 2020માં શરૂ કરેલું આ કાર્ય ખૂબ ટૂંકા ગાળામાં લોકો સુધી પહોંચાડવામાં સંસ્થાના તમામ કર્મચારીઓ સફળ રહ્યાં છે. મહિને 10 લાખ માસ્ક બનાવતી આ સંસ્થા આજે દોઢ કરોડ માસ્ક બનાવી બજારમાં સપ્લાયની ક્ષમતા બનાવ્યા બાદ છેલ્લા 20 દિવસથી એન્ટી બેક્ટેરિયલ PPE કિટ બનાવવના પ્રયોગ કરી રહી હતી જેમાં એક મોટી સફળતા મળી હોવાનું સુરેશભાઈ ગોંડલીયાએ કહ્યું હતું. 

અન્ય શહેરોમાં સ્ટોર ખોલાશે

આગામી દિવસોમાં ડોક્ટર, હોસ્પિટલ, સલૂન, રેલવે-બસ ટ્રાવેલિંગ અને તમામ ફેકટરીઓ જેવી જગ્યાઓ પર મોટી સંખ્યાઓમાં PPE કિટ, માસ્ક, સેનિટાઈઝર, ગ્લવ્ઝ, કેપ,સહિતની વસ્તુઓની જરૂરિયાતને પહોંચી વળવા તમામ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા હોવાનું કહેતા સુરેશભાઈએ ઉમેર્યું કે, 100 એમ એલ થી 200 લીટર સુધીના સેનિટાઈઝરના પેકિંગ બનાવવાની તૈયારી કરી રહી છે. તેમજ આ તમામ સુરક્ષાના સાધનો લોકોને સરળતાથી મળી રહે એનો ખ્યાલ રાખી સુરત, વડોદરા, મુંબઈ, પુણે માં સ્ટોર (સેન્ટર) ખોલવાની તૈયારી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...