જાપ્તામાંથી ફરાર:સુરતના પાંડેસરામાં સગીરા પર ગેંગરેપ કેસનો આરોપી કોર્ટમાં લઈ જતી પોલીસને ધક્કો મારીને નાસી ગયો, 30 કિમી દૂર સાયણથી પકડાયો

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સ્ટેશન સામેથી ભાગી ગયેલા આરોપીને ઝડપી પાડ્યો. (આરોપીની ફાઈલ તસવીર)
  • માનસિક બિમાર કિશોરીનું અપહરણ કરીને દુષ્કર્મ કેસનો આરોપી નાસી ગયો

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન બહારથી પોસ્કોના કેસનો એક આરોપી પોલીસને ધક્કો મારી ભાગી જતાં પોલીસ દોડતી થઈ ગઇ છે. માનસિક બિમાર કિશોરીનું અપહરણ બાદ ગેંગરેસ કેસમાં પોલીસે 8મી ઓગસ્ટના રોજ રામચંદ્ર ઉર્ફે રામ કાલુ ચરણને પકડ્યો હતો. ચાર આરોપીઓમાંથી અગાઉ ત્રણ ઝડપાયા હતાં. જ્યારે રામચંદ્ર ઝડપાયા બાદ આજે તેને કોર્ટમાં લઈ જતી વખતે આરોપી પોલોસ સ્ટેશન બહાર જ પોલીસ કર્મચારીઓને ધક્કો મારી ભાગી ગયો હતો. જેને પોલીસે સુરતથી 30 કિમી દૂર આવેલા સાયણથી ઝડપી પાડ્યો છે.

રૂમ પર બોલાવી દુષ્કર્મ આચર્યું હતું
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ઘટના 19 જૂન 2021ના રોજની છે. આરોપી રામચંદ્ર ઉર્ફે રામ કાલુ ચરણએ એક માસૂમ બાળકની મદદથી માસૂમ દીકરીને રૂમ પર બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. જોકે વાસના પીડિત રામચંદ્રનો ભોગ બનેલી દીકરીએ તમામ હકીકત પરિવારને કહી દેતા પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સિવિલમાં મેડિકલ તપાસ કરાયેલી
આરોપી રામચંદ્ર સહિત એક કિશોર બાળક ની અટકાયત કરાયા બાદ પોલીસ બન્નેને મેડિકલ તપાસ માટે સિવિલ પણ લઈ ગઈ હતી. એટલું જ નહીં પણ કાયદેસરની કાર્યવાહી દરમિયાન આરોપી રામચંદ્ર આજે કોર્ટમાં રજૂ કરવા પોલીસ કોર્ટ લઈ જવાની તૈયારી કરી રહ્યું હતું. તે દરમિયાન આરોપી રામચંદ્ર પોલોસ સ્ટેશન બહારથી જ પોલીસને ધક્કો મારી ભાગી ગયો હતો. હાલ તેની શોધખોળ ચાલી રહી છે.

આરોપીની ઓળખ
આરોપી રામંચંદ્ર શ્યામ વર્ણનો અને ઉંચાઈ આશરે 5 ફૂટ 4 ઈંચની છે. આરોપીએ શરીરે ગુલાબી કલરનો સફેદ લાઈનીંગ વાળો આખી બાંયનો શર્ટ તથા કાળા કલરનો પેન્ટ પહેરેલ છે. ડાબી આંખની પાંપણ ઉપર કટ છે. ગળાની જમણી તરફે તલનું નિશાન હોવાનું પણ સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.