તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરતના બમરોલીમાં મનહર ડાઈંગ મિલમાં ફરી આગ લાગતા અફરાતફરી, આજુબાજુના ઘર-બાઈકને પણ નુકસાન, ફાયર વિભાગ દ્વારા સીલ મરાયું

સુરત17 દિવસ પહેલા
સ્ટીમ બોઇલરમાં લાગેલી આગ બાદ પહેલો માળ આગની લપેટમાં આવી જતા કારીગરો જીવ બચાવી બહાર દોડી ગયા.
  • ફાયર વિભાગ દ્વારા ગણતરીના કલાકમાં આગ કાબૂમાં
  • ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી

શહેરના બમરોલીમાં આવેલી મનહર ડાઈંગ મિલમાં ફરી આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. સ્ટીમ બોઇલરમાં લાગેલી આગ બાદ પહેલો માળ આગની લપેટમાં આવી જતા કારીગરો જીવ બચાવી બહાર દોડી ગયા હતા. એટલું જ નહીં પણ આગના તણખલા આજુબાજુના સ્થાનિક રહેવાસીઓના ઘર અને ગાડી પર પડતા મોટું નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે. વહેલી સવારે લાગેલી આગમાં મનહર ડાઈંગ મિલની મશનરી, કાપડનો જથ્થો અને આજુબાજુના ઘરના છપરા સહિત અને વાહનો સળગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ફાયર વિભાગે ગણતરીના કલાકોમાં આગને કાબૂમાં લેવાની સફળતા મળી હતી. બીજીવાર આગના કારણે ફાયર વિભાગ દ્વારા આખી ડાઈંગ મિલને સીલ કરી દેવામાં આવી છે.

ડાઈંગ મિલનો પહેલો માળ આગની ઝપેટમાં આવી ગયો.
ડાઈંગ મિલનો પહેલો માળ આગની ઝપેટમાં આવી ગયો.

પહેલો માળ ઝપેટમાં આવી જતા મોટું નુકસાન
સંજયભાઈ (ફાયર ને જાણ કરનાર) એ જણાવ્યું હતું કે, ઘટના લગભગ સવારે 6 વાગ્યાની આસપાસની હતી. અચાનક ઘર પર સળગતા તણખલા પડતા બુમાબુમ થઈ ગઈ હતી. ઘર બહાર આવીને જોતા મનહર ડાઈંગ મિલ ફરી સળગી રહી હતી. આખા મહોલ્લાના યુવાનો દોડીને આગને કાબૂમાં લેવામાં જોતરાઈ ગયા હતા. તાત્કાલિક ફાયરને જાણ કરતા ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે દોડીએ આવી આગ પર પાણીનો મારો કરવાનું શરૂ કરી દીધું હતું. ગણતરીના કલાકોમાં જ આગ કાબૂમાં આવી ગઈ હતી. જોકે, આગમાં મનહર ડાઈંગ મિલનો પહેલો માળ ઝપેટમાં આવી જતા મોટું નુકસાન થયું હોવાનું કહી શકાય છે.

આસપાસના ઘરના છાપરા સળગી ગયા.
આસપાસના ઘરના છાપરા સળગી ગયા.

મકાનોના છપરા અને વાહનો ઝપેટમાં આવી ગયા
ધનસુખભાઈ (નજરે જોનાર) એ જણાવ્યું હતું કે મનહર ડાઈંગ મિલમાં લાગેલી આગના તણખલાથી પંચશીલ નગરના મકાનોના છપરા અને વાહનો ઝપેટમાં આવી ગયા હતા. અનેક બાઇક, ટેમ્પા, રીક્ષાને નુકશાન થયું છે. 3 ઘરના છપરા સળગી ગયા હતા. તેમ છતાં પંચશીલ નગરના રહેવાસી મનહર ડાઈંગ મિલમાં લાગેલી આગને કાબૂમાં લેવા દોડ્યા હતા. 15 દિવસમાં બીજીવાર આ મિલમાં આગ લાગી છે. ઓઈલના સળગતા તણખલા મિલ બહાર ઉડતા જોઈ રૂવાટા ઉભા થઇ ગયા હતા. જો,કે કોઈ જાનહાનિ ન હોવાનું જાણવા મળ્યું છે.

આગના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા.
આગના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા.

5 ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ લગભગ 6:22નો હતો. મનહર ડાઈંગ મિલમાં આગની માહિતી મળતાની સાથે જ ફાયરની ટીમ એલર્ટ થઈ ગઈ હતી. 5 ફાયર સ્ટેશની લગભગ 9-10 ગાડીઓ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ભીષણ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઇ લીધી હતી. જોકે, મિલની આગના બહાર ઉડેલા સળગતા તણખલાથી આજુબાજુના મકાનોને અને વાહનોને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું કહી શકાય છે.

આગના કારણે બાઈકને નુકસાન થયું.
આગના કારણે બાઈકને નુકસાન થયું.

બે દિવસ પહેલા પણ આગ લાગી હતી
ગત 12મીના રોજ મનહર ડાઈંગ મિલમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. લગભગ તમામ કારીગરો મિલ બહાર દોડી આવ્યા હતા. વોચમેનની સતર્કતા ને કારણે ફાયર વિભાગ ના જવાનોએ સમય સર દોડી આવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ દુર્ઘટનામાં મશીન, ઇલેક્ટ્રિક મોટર અને કાપડ પણ બળીને ખાખ થઈ ગયું હતું.

સ્થાનિકોએ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા.
સ્થાનિકોએ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો