તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:વિશ્વ યોગ દિવસે કોવિડ-19 દર્દીઓ સાથે ઓનલાઈન યોગગરબા થશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

21 જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સેલિબ્રેશન સોલ્યુશન્સ સંસ્થા દ્વારા ઓનલાઈન યોગગરબાનું આયોજન કરાયું છે. જે સવારે 9 વાગ્યે સંસ્થાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જોઈ શકાશે. શહેરમાં સૌ પ્રથમ વખત ઓનલાઈન યોગગરબાનું આયોજન કરાયું છે. યોગ ગરબા પેટન્ટ કરાવનાર અનીષ રંગરેજ દ્વારા આ સેશન લેવાશે. તેમજ કોવિડ-19ના દર્દીઓ માટે પણ યોગ ગરબાનું આયોજન કરાયું છે. જે રવિવારે સાંજે 4.30 કલાકે વીએનએસજીયુના કોવિડ-19 કેર સેન્ટર ખાતે યોજાશે. 

યોગગરબા શું છે?

યોગગરબા એ સામાન્ય ભાષામાં યોગ અને ગરબાનું જોડાણ છે. જેમાં યોગા સાથે ગરબાના સ્ટેપ્સ પણ હોય છે. જેને ડોકટર સાથે ચર્ચા કરી ડિઝાઈન કરાયા છે. યોગમાંથી પ્રાણાયામ અને ધ્યાન તેમજ ગરબામાંથી અર્વાાચીન ગરબા, હિંચ, 3 તાળી ગરબાના સ્ટેપ્સ હોય છે. યોગ ગરબાથી શરીરની ફલેક્સિબિલિટીમાં ફાયદો થાય છે, વેઇટ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટમાં ફાયદો થાય છે. તેમજ ડિપ્રેશનની દર્દી કે સ્પેશિયલ દર્દી હોય તેમના માટે યોગ થેરાપી તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. એક ડાન્સ મૂવમેન્ટ થેરાપી તરીકે ઉપયોગ થાય છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો