તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સુરતમાં VIP રોડ પર યુવકને લાકડાના ફટકાથી માર મારતાં હોબાળો, મુકપ્રેક્ષક બની લોકો તમાશો જોતા રહ્યા

સુરત22 દિવસ પહેલા
બાકડા પર બેઠેલા એક યુવકને 3 યુવકો લાકડાના ફટકાથી માર માર્યો હતો.
  • ખટોદરા પોલીસ દોડી આવી, હુમલો કરનારા બે પકડાયા, સૂત્રધાર ફરાર

વેસુ વીઆઈપી રોડ વીઆઈપી કોમ્પલેક્ષની પાસે સર્વિસ રોડ પર રવિવારે મોડીસાંજે બાકડા પર બેઠેલા એક યુવકને 3 યુવકો લાકડાના ફટકાથી માર માર્યો હતો. લોકોના ટોળા એકત્ર થયા હતા છતાં યુવકને બચાવવા માટે કોઈ આગળ આવ્યું ન હતું ઉપરથી મુકપ્રેક્ષક બની લોકો તમાશો જોતા હતા.

બે સાગરિતો પકડાયા
બીજી તરફ એક જાગૃત નાગરીકે પોલીસને જાણ કરી હતી. આથી ખટોદરા પોલીસ ત્યાં દોડી આવી હતી. પોલીસ આવતાની સાથે સૂત્રધાર જીતુ નાયક ત્યાંથી ભાગી ગયો હતો. જયારે તેના બે સાગરિતો પકડાયા હતા. યુવકોનો ઝઘડો કયા કારણથી હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

યુવકોનો ઝઘડો કયા કારણથી હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
યુવકોનો ઝઘડો કયા કારણથી હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

સામ-સામી ફરિયાદો લેવાની તજવીજ શરૂ
ટૂંકમાં આ ઝઘડા પાછળનું કારણ જીતુ નાયક છે કેમ કે તેના કારણે આ ઝઘડો થયો અને તેણે યુવકને ઢોર માર માર્યો હતો. હાલમાં ખટોદરા પોલીસે સામ-સામી ફરિયાદો લેવાની તજવીજ શરૂ કરી છે. હાલમાં પોલીસે માત્ર એટલું કહયું કે અમે જય અને મિલનને લઈ આવ્યા છે. બાકી તપાસ કરી છીએ.

અન્ય સમાચારો પણ છે...