ગોપીપુરાના સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની 251મી સાલગીરી શુક્રવારે 13 મેના રોજ યોજાશે. જે અંતર્ગત સુરતમાં 5 દિવસનો ભવ્ય મહોત્સવ યોજાશે. જેમાં પરમાત્મા ભક્તિ હેઠળ પૂજા, સેવા, દેરાસરો શણગારવા તેમજ પ્રભુને આભુષણો અર્પણ કરવામાં આવશે. જેમાં પ્રભુને સોનાનું છત્ર અર્પણ કરાશે.
એ સાથે જ નગર પ્રાથમિક સ્કૂલની શાળામાં અભ્યાસ કરતા 55000થી વધારે બાળકોને વિનામૂલ્યે સ્ટેશનરી કિટનું વિતરણ કરાશે. 800થી વધારે પરિવારને અન્નદાન, સુરત શહેરના મુખ્ય વિસ્તારોમાં છાશ વિતરણ, 2000થી વધારે ભિક્ષુકોને કેરીના રસ-પુરીનું ભોજન કરાવવામાં આવશે. સમસ્ત ગોપીપુરામાં વસતા જૈન પરિવારોનો સ્વામી વાત્સલ્ય ભોજન, જૈન પાઠશાળામાં અભ્યાસ કરતા 10000થી વધારે બાળકોને ગીફ્ટ, 251 જૈન બાળકોને રૂ.5000 સુધીની સ્કૂલફી આપવામાં આવશે. એ સાથે જ 51થી વધારે પાંજરાપોળમાં રૂ. 50000 પ્રમાણે ઘાસ વિતરણ વગેરે આયોજનો કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.