ડ્રોનનો નજારો:સુરતમાં શરદ પૂનમની રાત્રે શેરીમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યાં, ચાંદનીના અજવાળામાં મનભરીને ગરબાની રમઝટ જામી

સુરતએક મહિનો પહેલા
શહેરના જુદા જુદા વિસ્તારમાં શરદ પૂર્ણિમાના ગરબાનું આયોજન થયાં હતાં.
  • નવરાત્રિ પછી પૂનમની રાત્રે ગરબાનું આયોજન

'શરદ પૂનમની આ રાત છે.. જો ને આભમાં કેવો ઉજાસ છે.. શીતળ વાય છે સમીર કેવો મંદ મંદ.. આજ મારે આંગણે છાયો અનેરો આનંદ...' સુરતમાં નવરાત્રિ પછીની રાત્રિ એટલે શરદપૂનમ. શરદપૂનમની રાત્રે પણ શેરીઓમાં ગરબાના આયોજન થયાં હતાં. મંદિરના પરિસર અને શેરીઓમાં ખેલૈયાઓએ ચાંદનીના અજવાળામાં મનભરીને ગરબાની રમઝટ બોલાવી હતી. મોડીરાત સુધી ગરબા રમીને દૂધ પૌઆની સમૂહમાં લોકોએ મજા માણી હતી.ઉંબેર, બમરોલી , ખજોદમાં ગરબાની રમઝટ જામી હતી.

મોડીરાત સુધી ગરબા રમીને દૂધ પૌઆની સમૂહમાં લોકોએ મજા માણી હતી
મોડીરાત સુધી ગરબા રમીને દૂધ પૌઆની સમૂહમાં લોકોએ મજા માણી હતી

પૂનમની રઢીયાળી રાતે ગરબા
ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ ખૂબ જ મહત્ત્વ ધરાવતા શરદ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી કરાઈ હતી. તહેવાર-ઉત્સવોને મનભરીને માણવાની ખાસ ઓળખ ધરાવતા સુરતીઓએ શરદ પૂનમની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી.શરદ પૂર્ણિમા સાથે ભગવાન કૃષ્ણના મહારાસની લીલા જોડાયેલી છે. પૂનમની રઢિયાળી રાત્રે કૃષ્ણએ હજારો ગોપીઓ સાથે રાસલીલા કરી હતી.

ફ્લેટ-એપાર્ટમેન્ટ, શેરી-મહોલ્લાઓમાં શેરી ગરબાના કાર્યક્રમો યોજાયાં હતાં
ફ્લેટ-એપાર્ટમેન્ટ, શેરી-મહોલ્લાઓમાં શેરી ગરબાના કાર્યક્રમો યોજાયાં હતાં

શેરી ગરબામાં જમાવટ
જેથી નવરાત્રિ બાદ શરદ પૂનમમાં પણ રાસ-ગરબાનું ધાર્મિક મહાત્મય રહેલું છે. દર વર્ષે શરદ પૂનમમાં અનેક સ્થળોએ રાસ-ગરબાના મોટા આયોજનો થયા હતાં. પરંતુ કોરોના મહામારીને કારણે સતત બીજા વર્ષે આવા આયોજનો મોકૂફ રાખવામાં આવ્યા હતાં. ત્યારે શેરી ગરબાની છૂટ હોવાથી શહેર-જિલ્લામાં ફ્લેટ-એપાર્ટમેન્ટ, શેરી-મહોલ્લાઓમાં શેરી ગરબાના કાર્યક્રમો યોજાયાં હતાં.

શરદ પૂર્ણિમા સાથે ભગવાન કૃષ્ણના મહારાસની લીલા જોડાયેલી છે
શરદ પૂર્ણિમા સાથે ભગવાન કૃષ્ણના મહારાસની લીલા જોડાયેલી છે

ધાર્મિક અને વૈજ્ઞાનિક માન્યતા
શરદ પૂનમની રાતમાં સોળે કળાએ ખીલેલા ચંદ્ર પ્રકાશ નીચે રાખેલી ખીર ખાવાથી કફ, શ્વાસ અને ચર્મરોગની સમસ્યામાં લાભ થતો હોવાની ધાર્મિક અને વૈજ્ઞાનિક માન્યતા છે. જેથી લોકો ઘરે ખીર-પૌઆ બનાવી ચંદ્રમાંના શિતળ પ્રકાશમાં ખીરપૌઆ રાખી આરોગ્યાં હતાં. જો કે, આધુનિક સમયમાં હવે આ પરંપરા વિસરાતી જતી હોય, રૂઢી અને પરંપરામાં માનનારા અમુક પરિવારો જ તેને જાળવી રાખે છે.

તહેવાર-ઉત્સવોને મનભરીને માણવાની ખાસ ઓળખ ધરાવતા સુરતીઓએ શરદ પૂનમની પરંપરાગત રીતે ઉજવણી કરી
તહેવાર-ઉત્સવોને મનભરીને માણવાની ખાસ ઓળખ ધરાવતા સુરતીઓએ શરદ પૂનમની પરંપરાગત રીતે ઉજવણી કરી

સમુદ્રમંથનની લોકવાયકા
શરદ પૂનમની રાત્રે બમરોલી,ઉઁભેળમાં સ્વાદોત્સવ સાથે અને રાત્રે રાસોત્સવના આયોજન થયાં હતાં. અહીં ચંદ્રના પ્રકાશ નીચે પરિવાર સાથે ગરબા રમીને દૂધ પૌઆ ખાવા-પીવાની જયાફત માણવામાં આવી હતી. ધાર્મિક માન્યતા પ્રમાણે શરદ પૂનમના દિવસે સમુદ્રમંથન દરમિયાન લક્ષ્મીજીનું પ્રાગટય થયું હતું. જેથી આ રાત્રે લક્ષ્મી માતા આકાશમાં વિચરણ કરતા કહ્યું હતું કે, કો જાગ્રતિ જેનો અર્થ થાય છે. કોણ જાગે છે ? જે વ્યક્તિ રાત્રે જાગતા રહે છે, તેમના પર લક્ષ્મીજીની કૃપા વરસે છે. જેથી શરદ પૂનમને કોજાગર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શરદ પૂનમમાં લક્ષ્મીજી, ચંદ્રમાં અને ભગવાન કૃષ્ણની ઉપાસના કરવાની ધાર્મિક માન્યતા આજે પણ જીવંત છે.

મંદિરના પરિસર અને શેરીઓમાં ખેલૈયાઓએ ચાંદનીના અજવાળામાં મનભરીને ગરબાની રમઝટ બોલાવી
મંદિરના પરિસર અને શેરીઓમાં ખેલૈયાઓએ ચાંદનીના અજવાળામાં મનભરીને ગરબાની રમઝટ બોલાવી
શરદપૂનમની રાત્રે પણ શેરીઓમાં ગરબાના આયોજન થયાં
શરદપૂનમની રાત્રે પણ શેરીઓમાં ગરબાના આયોજન થયાં