તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • On The Night Of Diwali In Surat, A Young Man Detonated A Bomb In His Mouth Amidst The Fun Of Dancing To The Tune Of A DJ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ:સાહસ:સુરતમાં દિવાળીની રાત્રે DJની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો, મોંના હાલ થયા બેહાલ

સુરત5 મહિનો પહેલા
મોઢાંમાં બોમ્બ ફૂટતાની સાથે જ યુવક બેભાન થઈ ગયો હતો. - Divya Bhaskar
મોઢાંમાં બોમ્બ ફૂટતાની સાથે જ યુવક બેભાન થઈ ગયો હતો.
  • મોઢામાં બોમ્બ ફોડવાથી મલ્ટિપલ ફ્રેકચર થયા
  • યુવકના મોંની હજુ પણ સારવાર ચાલી રહી છે

શહેરના પાંડેસરા વિસ્તારમાં દિવાળીને રાત્રે DJની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો હતો. જેના કારણે બેભાન થઈ ગયો હતો. મોંમાં સુતળી બોમ્બ ફોડવાની ઘટનાને લઈને મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો. યુવકને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મિત્રોએ મસ્તીમાં કહ્યું ને યુવકે મોંમાં જ બોમ્બ ફોડી દીધો

પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં મૂળ બિહારનો પિન્ટુ નરેશભાઈ જાદવ(ઉ.વ.28) ભાઈ સાથે રહે છે અને નજીકમાં જ આવેલી મિલમાં નોકરી કરે છે. દિવાળી વેકેશનને લઈને સગો ભાઈ બે દિવસ પહેલા વતન ગયો હતો. દરમિયાન ગત દિવાળીની રાત્રે ડીજેની ધૂન પર દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા હતા અને ફટાકડાઓ ફોડી રહ્યા હતા. દરમિયાન મિત્રો દ્વારા પિન્ટુને મસ્તીમાં મોંમાં સુતળી બોમ્બ ફોડવા કહ્યું હતું. જેથી પિન્ટુએ મોઢાંમાં જ સુતળી બોમ્બ ફોડી દીધો હતો. જેથી તે બેભાન થઈ ગયો હતો.

યુવકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
યુવકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

યુવકને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે
મોંમાં બોમ્બ ફોડતા પિન્ટુ બેભાન થતાની સાથે જ મિત્રોમાં ભાગદોડ મચી ગઈ હતી અને મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ 108ને જાણ કરવામાં આવી હતી. 108 મારફતે પિન્ટુને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પિન્ટુના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, હાલત સારવાર ચાલુ છે એવું ડોક્ટર કહી રહ્યા છે. મોઢામાં ફ્રેક્ચર થતા ટાંકા લેવા પડ્યા છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો