તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવિકોની ભક્તિ:શ્રાવણ માસના છેલ્લા સોમવારે દક્ષિણ ગુજરાતના શિવાલયોમાં જનમેદની ઉમટી,મંદિરોમાં મહાદેવ હરની ગૂંજ

સુરત20 દિવસ પહેલા
ભાવિકો વહેલી સવારથી મહાદેવના દર્શન ઉમટ્યાં હતાં.
  • શ્રાવણ માસમાં બાર મહાદેવ દર્શન કરવા ની વર્ષો જૂની પ્રથા

શ્રાવણ માસના છેલ્લા સોમવારે દક્ષિણ ગુજરાતના શિવાલયોમાં જનમેદની ઉમટી છે. મંદિરોમાં મહાદેવ હરની ગૂંજ સર્વત્ર ગુંજી રહી છે. ભાદરવી અમાસની સાથે સોમવાર હોવાથી સોમવતી અમાસ પણ કહેવામાં આવે છે. જેનું મહત્વ વિશેષ હોવાથી ભાવિકો દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરોમાં પૂજા અર્ચના કરતાં જોવા મળ્યાં છે. દક્ષિણ ગુજરાતના 12 મહાદેવના દર્શનનું પણ વિશેષ મહત્વ છે.જેથી મોટી સંખ્યામાં લોકો આ મંદિરોમાં દર્શન કરવા જાય છે.

સેનેટાઝરથી હેન્ડ સેનેટાઈઝર કરવા અને ટેમ્પ્રેચર ચેકીંગ વિના પ્રવેશ આપવામાં આવતો નથી
સેનેટાઝરથી હેન્ડ સેનેટાઈઝર કરવા અને ટેમ્પ્રેચર ચેકીંગ વિના પ્રવેશ આપવામાં આવતો નથી

12 મહાદેવ
કણકેશ્વર મહાદેવ મંદિર (પલસાણા), ઋણ મુક્તેશ્વર મહાદેવ (એના), કેદારેશ્વર મહાદેવ મંદિર (આગાસી માતા), શુક્લેશ્વર મહાદેવ મંદિર (અનાવલ) ઉનાઈ માતા, ભાવ ભાવેશ્વર મંદિર (બરૂમાળ), તડકેશ્વર મહાદેવ મંદિર (વલસાડ) મલ્લિકાર્જુન મંદિર (ચીખલી), સોમનાથ મહાદેવ મંદિર (બિલ્લીમોરા) અને અંધેશ્વર મહાદેવ મંદિર (અમલસાડ)

માસ્કનો આગ્રહ મંદિરના પુજારીઓ એન ટ્રસ્ટીઓ દ્વારા રાખવામાં આવી રહ્યો છે
માસ્કનો આગ્રહ મંદિરના પુજારીઓ એન ટ્રસ્ટીઓ દ્વારા રાખવામાં આવી રહ્યો છે

મંદિરોમાં શણગાર કરાયા
હિન્દુઓ માટે પવિત્ર એવા શ્રાવણ માસની આજે પુર્ણાહુતિ પહેલાં ભક્તો મંદિરોમાં દર્શન -પૂજા માટે મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યાં છે. હાલની સ્થિતિના પગલે મોટા ભાગના મંદિરોમાં ભીડ હોવા છતાં માસ્કનો આગ્રહ મંદિરના પુજારીઓ એન ટ્રસ્ટીઓ દ્વારા રાખવામાં આવી રહ્યો છે. તેમાં પણ બારડોલી નજીક આવેલા આગાથી માતાના મંદિરમાં તો પ્રવેશ પહેલા માસ્ક ફરજ્યાત અને સેનેટાઝરથી હેન્ડ સેનેટાઈઝર કરવા અને ટેમ્પ્રેચર ચેકીંગ વિના પ્રવેશ આપવામાં આવતો નથી. આ ઉપરાંત મોટા ભાગના શિવ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન શિવલીંગને સ્પર્શ નહીં થાય અને મુખ દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવા સમયે ભક્તો અભિષેકથી વંચિત ન રહે તે માટે દરવાજાથી શિવલિંગ સુધી પાઈપ મુકી તેના દ્વારા અભિષેક કરવામાં આવી રહ્યો છે. શિવ મંદિરોમાં શ્રાવણ માસમાં ભીડ અટકાવવા માટે પૂજા પણ કરવા દેવામાં આવતી નથી. આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી મંદિરોમાં વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યા હતા.

શિવ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન શિવલીંગને સ્પર્શ નહીં થાય અને મુખ દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી
શિવ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન શિવલીંગને સ્પર્શ નહીં થાય અને મુખ દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી

ગર્ભગૃહમાં પ્રવેશ નહી
શિવ મંદિરોમાં પુજા અને ચરણ સ્પર્શ સાથે ગર્ભ ગૃહમાં પ્રવેશ ન હોવા છતાં ભક્તોની ભક્તિમાં ઓટ આવી નથી. સુરત અને દક્ષિણ ગુજરાતના શિવ મંદિરો સહિત અન્ય મંદિરોમાં છેલ્લા ત્રણ દિવસથી ભક્તોનું ઘોડાપુર આવી રહ્યું છે. આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને તેમાં પણ સોમવાર હોવાથી ભક્તોની શ્રધ્ધામાં વધારો થયો છે અને આજે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.