• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • On The Issue Of Turning Bulldozers In Khambhat, Home Minister Harsh Sanghvi Said, "The Festival Should Be Celebrated Peacefully, Action Will Be Taken Against Stone Throwers."

હિંસા સામે લાલ આંખ:ખંભાતમાં બુલડોઝર ફેરવવા મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું-'તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા જોઈએ,પથ્થરબાજો સામે પગલાં લેવાશે'

સુરતએક મહિનો પહેલા
  • કાયદા વ્યવસ્થામાં વિક્ષેપ ઉભો કરનાર સામે કાયદો કાયદાનું કામ કરશે-ગૃહમંત્રી

સુરતમાં ઠેરઠેર હનુમાન જયંતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુરતના ક્ષેત્રપાળ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. જ્યાં તેમણે ખંભાતમાં બુલડોઝર ચલાવવાની શરૂઆત કરવાના મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત માત્ર વિકાસથી જ આગળ વધી શકશે. રાજ્યમાં કોઈપણ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવો જોઈએ. રાજ્યની કાયદા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારે અવ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો કાયદો કાયદાનું કામ કરશે.તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવશે.

રાજયમાં કોઈ પણ અણબનાવ ન બને તે માટે રાજયની પોલીસ સતર્ક-ગૃહમંત્રી
રાજયમાં કોઈ પણ અણબનાવ ન બને તે માટે રાજયની પોલીસ સતર્ક-ગૃહમંત્રી

યુપી-એમપીની જેમ ખંભાતમાં બુલડોઝર ફર્યું
ખંભાતમાં ઉત્તર પ્રદેશની અને મધ્યપ્રદેશની માફક બુલડોઝર ફરવાના શરૂ થયા છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક કાર્યક્રમોમાં ખલેલ પહોંચાડવા કે, અન્ય કેટલાક પ્રસંગો એક કાયદો-વ્યવસ્થા તોડતા તેમની સામે રાજ્ય સરકાર દ્વારા કડકાઈથી કામગીરી કરે છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પથ્થરબાજી કરનારા અસામાજિક તત્વોના રહેણાંક વિસ્તારમાં સરકાર દ્વારા બુલડોઝર ફેરવીને તેમની સંપત્તિઓ દૂર કરી દેવામાં આવી છે. એ જ રસ્તે જાણે ગુજરાત, પણ આગળ વધતું હોય તેવું લાગે છે.

ક્ષેત્રપાલ દાદાના મંદિરે દર્શન અને ભક્તિ ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી
ક્ષેત્રપાલ દાદાના મંદિરે દર્શન અને ભક્તિ ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી

ખંભાતમાં પથ્થરમારો થયો હતો
ખંભાતમાં રામ નવમીના દિવસે જે પથ્થરમારાની ઘટના બની છે. તેને લઈને હવે રાજ્ય પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તે વિસ્તારમાં સરકાર દ્વારા બુલડોઝર ફેરવવાના શરૂ કરાયા છે. અસામાજિક તત્વોને ડામવા માટે અહીં ગેરકાયદેસર રીતે દબાણ કરનારાઓનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. જેને લઇને રાજ્યભરમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. રામ નવમીની બનેલી ઘટના બાદ ઉત્તર પ્રદેશમાં જે પ્રકારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તેવી રીતે ગુજરાતમાં પણ અસામાજિક તત્વોને સબક શીખવાડવા માટે ચલાવવું જોઇએ. પ્રકારની માંગ ઉઠી હતી.

રાજયની શાંતિ અને સલામતીનો ભંગ કરનારાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરશે-હર્ષ સંઘવી
રાજયની શાંતિ અને સલામતીનો ભંગ કરનારાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરશે-હર્ષ સંઘવી

વ્યવસ્થા જાળવવા પગલાં લેવાશે-સંઘવી
હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતે વિકાસ માટે દેશમાં એક મોડલ સ્વરૂપ છે. અહીં કોઈ પણ પ્રકારે કાયદો વ્યવસ્થા ખોરવવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તેની સામે સખત પગલાં લેવાશે. ગેરકાયદેસર રીતે દબાણ કરવું કે, પથ્થરમારો કરવો આ પ્રકારની ઘટનાને ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાતમાં દરેક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા જોઈએ. કાયદો-વ્યવસ્થા તોડવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.

અન્ય સમાચારો પણ છે...