• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • On The First Day, 700 Schools Out Of 1211 Started In The City, 66.55% Students Came For Offline Education But Only 24.69% Teachers Were Absent.

સુરતની શાળામાં વિદ્યાર્થીઓ હાજર:પહેલા દિવસે શહેરની 1211માંથી 700 સ્કૂલો શરૂ થઈ, 66.55 ટકા વિદ્યાર્થીઓ ઓફલાઇન એજ્યુકેશન લેવા આવ્યા પણ 24.69 ટકા શિક્ષકો જ ગેરહાજર

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકોનો ઉત્સાહ વધારવા કેટલીક સ્કૂલોમાં શિક્ષકોએ કાર્ટુનનો ડ્રેસ પહેર્યો હતો - Divya Bhaskar
બાળકોનો ઉત્સાહ વધારવા કેટલીક સ્કૂલોમાં શિક્ષકોએ કાર્ટુનનો ડ્રેસ પહેર્યો હતો
  • સ્કૂલોમાં એક મહિને ધો. 1થી 9માં ફરી ઓફલાઇન શિક્ષણ શરૂ, વાલીઓની ચિંતા અને લગ્નસરાને કારણે 33.50% બાળકો ગેરહાજર
  • વાલીઓ એકબીજાને જોઈને ત્રણેક દિવસમાં બાળકોને સ્કૂલે મોકલશે, 42.20% સ્કૂલો કોરોનાની સ્થિતિ જોઈ સપ્તાહ પછી ખુલશે: આચાર્યો

સોમવારથી શહેરની સ્કૂલોમાં ધોરણ-1થી 9માં એક મહિને ઓફલાઇન એજ્યુકેશન શરૂ થયું હતું. પહેલા દિવસે 1211માંથી 700 સ્કૂલો શરૂ થઈ હતી, જેમાં 66.55 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જો કે, 24.69 શિક્ષકો જ ગેરહાજર રહ્યા હતા.

પહેલા દિવસે વિદ્યાર્થીઓ ઘણા ઓછા હોવાથી મોટાભાગના સ્કૂલ ઓટોવાળા લેવા ન આવ્યા ન હતા, જેથી આવા વાલીઓએ જાતે જ બાળકોને સ્કૂલે મુકવા તથા લેવા જવું પડ્યું હતું.
પહેલા દિવસે વિદ્યાર્થીઓ ઘણા ઓછા હોવાથી મોટાભાગના સ્કૂલ ઓટોવાળા લેવા ન આવ્યા ન હતા, જેથી આવા વાલીઓએ જાતે જ બાળકોને સ્કૂલે મુકવા તથા લેવા જવું પડ્યું હતું.

33.50 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતાં સ્કૂલોના પ્રિન્સિપાલોએ જણાવ્યું કે, હાલમાં વાલીઓમાં ચિંતા છે પણ ત્રણેક દિવસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી જશે. વાલીઓ એક બીજાને જોઇને બાળકોને સ્કૂલે મોકલશે. હાલમાં લગ્નસરા હોવાથી ઘણા વિદ્યાર્થી રજા લઇને વતન ગયા છે.

તાપ્તી વૈલી, ડીપીએસ જેવી ઘણી સ્કૂલો સપ્તાહ પછી શરૂ થશે.આચાર્યએ કહ્યું કે, અઠવાડિયાની કોવિડની સ્થિતિ ચકાસીને સ્કૂલો શરૂ કરાશે. ઉપરાંત ઘણી સ્કૂલોમાં શિક્ષકો પણ વતનમાં ગયા હોવાથી તથા સ્કૂલને સેનિટાઇઝ કરવા સહિતની કામગીરી બાકી હોવાથી સ્કૂલો શરૂ કરી શકાય ન હતી, તેવું આચાર્યોએ ઉમેર્યું હતું.

સ્કૂલો અને વિદ્યાર્થીઓની ટકાવારી

સ્કૂલ1211507
શરૂ થઈ57.80%57.99%
બંધ રહી42.20%42.10%
વિદ્યાર્થી5,77,1411,81,923
હાજર66.55%65.71%
ગેરહાજર33.50%34.29%
શિક્ષકો16,5646725
હાજર75.31%81.79%
ગેરહાજર24.69%18.21%

​​​​​​​

સમિતિની સ્કૂલોમાં 13% વિદ્યાર્થી હાજર, ઓનલાઇન શિક્ષણ અપાયું
​​​​​​​નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની સ્કૂલોમાં નહીંવત હાજરી જોવા મળી છે. સૂત્રોએ કહ્યું હતું કે, સ્કૂલોમાં માત્ર 13% જ વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. જેમાં 1.58 લાખ વિદ્યાર્થીઓમાંથી પહેલા દિવસે 20156 વિદ્યાર્થીઓ ઓફલાઇન એજ્યુકેશન માટે આવ્યા હતા. આમ, વિદ્યાર્થીઓની હાજરી હોવાથી શિક્ષકોએ ના છૂટકે ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન એજ્યુકેશન આપવાની ફરજ પડી હતી.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...