તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા દિવસે શંકાસ્પદ ચોરી:પહેલા દિવસે યુનિ.ની ઓનલાઇન પરીક્ષામાં ચોરી કરતા 63 પકડાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થિની પરીક્ષા આપી લગ્નમંડપમાં પહોંચી, કોસંબાની વિદ્યાર્થિની પાયલ ટંડેલે પહેલા પરીક્ષા આપી બાદ લગ્નમંડપમાં પહોંચી હતી - Divya Bhaskar
વિદ્યાર્થિની પરીક્ષા આપી લગ્નમંડપમાં પહોંચી, કોસંબાની વિદ્યાર્થિની પાયલ ટંડેલે પહેલા પરીક્ષા આપી બાદ લગ્નમંડપમાં પહોંચી હતી
  • કાનમાં હેડફોન, બાજુમાં કોઇને બેસાડી ચોરી કરતા હોવાની શંકા
  • ઓનલાઇન ગેરરીતિ રોકવા વિશેષ મોનિટરિંગ રૂમ બનાવાયો છે

યુનિ.માં શરૂ થયેલી ઓનલાઇન પરીક્ષામાં પહેલા દિવસે શંકાસ્પદ રીતે ચોરી કરતા 63 પકડાયા હતા. કોઇ કાનમાં હેડફોન સાથે, કોઇ બાજુમાં બેસાડી ચોરી કરતા હોવાની શંકાના આધારે ગેરરીતિ નોંધી હતી.યુનિવર્સિટીની યુજી અને પીજીની ઓનલાઇન પરીક્ષાનો શનિવારથી પ્રારંભ થયો છે. તેવામાં પરીક્ષાના પહેલા દિવસે સરેરાશ 87.5% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. પરીક્ષા નિયામક અરવિંદ ધડૂકે જણાવ્યું કે, કોરોનાને કારણે ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો.

અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના 40 કોર્સની પરીક્ષા શનિવારથી શરૂ થઈ છે. જેમાં પહેલા દિવસે પહેલા સેશનમાં 10,062માંથી 8,639એ પરીક્ષા આપી બીજામાં 5890માંથી 5228 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ, પહેલા ભાગમાં 86% અને બીજા ભાગમાં 89% વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા દિવસે પહેલા ભાગમાં 1,423 અને બીજા ભાગમાં 662 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે.

કોસંબામાં યોગેશ્વર નગરમાં રહેતી પાયલ ટંડેલ વલસાડની જે.પી. શ્રોફ કોલેજમાં એમએના પહેલા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહી છે. તેણીએ પહેલા ઓનલાઇન પરીક્ષા આપી હતી બાદ લગ્નમંડપમાં પહોંચી હતી. છાત્રા પાયલે જણાવ્યું હતું કે, રસમનો જે સમય હતો એ જ પરીક્ષાનો હતો.

અન્ય સમાચારો પણ છે...