તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દિવાળી ટાણે ધાડ અને લૂંટ કરતી ટોળકીના 4 સાગરિતો ઝડપાયા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેંગમાં લૂંટારૂ પૈકી બે સગીર, 51 હજારનો મુદ્દામાલ જપ્ત

દિવાળી કરવા માટે રૂપિયા કમાય લેવા હેતુથી શહેર અને જિલ્લામાં ધાડ-લૂંટ કરતી ટોળકીના 4 સાગરિતને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડયા છે. ટોળકી પાસેથી 3 મોબાઇલ, છરો, બાઇક મળી 51,550 નો મુદામાલ કબજે કરાયો છે. ટોળકીના બે જુવેનાઈલ છે. જેમાં એકની 15 અને બીજાની 17 વર્ષની ઉમર છે.

ક્રાઇમબ્રાંચના સ્ટાફે જણાવ્યું કે, આ ટોળકીમાં 6 સાગરિત છે. જેમાં એકને અમરોલી પોલીસે ધાડનો બનાવ બન્યો ત્યારે પકડી પાડયો હતો. જયારે અન્ય એક સાગરિત જાહીર ઉર્ફે જયલો પઠાણ ભાગતો ફરે છે. ટોળકી ત્રિપલ સવારી બાઇક નીકળી રાત્રિના સમયે એકાંત સ્થળે એકલો વાહનચાલક દેખાય તો તેને ઊભો રાખી ચપ્પુની અણીએ ધમકાવી મોબાઇલ કે કિંમતી સામાનની ઘાડ કે લૂંટ કરે છે. જેમાં બે બનાવમાં તો ટોળકીએ નિર્દોષ લોકોને ચપ્પુના ઘા ઝીંકી ઘાડ અને લૂંટ કરી હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. પકડાયેલામાં વિજય ઉર્ફે વોન્ટેડ ઉર્ફે કાલીયા વિનુ વાઘેલા(19)(રહે,સાંઇનાથ સોસા,કાપોદ્રા) અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રવિણ ચૌહાણ(19)(રહે,જનતા એપાર્ટ,વરાછા) અને બે કિશોર મળી 4 ની સામે કાર્યવાહી કરી છે. જયારે અગાઉ સાગર ઉર્ફે એસ.ડી.સોલંકીને અમરોલી પોલીસે પકડયો હતો. આ ટોળકીએ અમરોલી વિસ્તારમાં બે ધાડ કરી હતી ઉપરાંત કામરેજમાં બે લૂંટ અને એક મારામારી કરી હતી. ટોળકી પકડાતા 5 ગુનાઓ ઉકેલાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો