તહેવાર માતમમાં ફેરવાયો:સુરતમાં ભાઈબીજની પૂર્વ સંધ્યાએ જ ત્રણ બાઈક સવારોએ ઝગડાની અદાવતમાં યુવકને છરીના ઘા મારીને રહેંસી નાંખ્યો

સુરતએક મહિનો પહેલા
જાહેરમાં છરીના ઘા મારી યુવકની હત્યા કરાઈ
  • પોલીસે CCTVના આધારે ત્રણેય બાઈક સવારોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી
  • પરિવારમાં મૃતક જયેશ બીજા નંબરનો દિકરો હતો

સુરતમાં ભાઈ બીજની પૂર્વ સંધ્યાએ યુવકને જાહેરમાં છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી હતી. મૃતકના પરિવારમાં સમગ્ર ઘટનાને લઈને માતમ છવાયો હતો. પુણા વિસ્તારના ભારત પેટ્રોલ પમ્પ પર લાઈનમાં ઉભા રહેવા બાબતે ઠપકો આપતા જયેશ રાજપૂત નામના યુવકને ત્રણ બાઇક સવારો પેટ્રોલ પમ્પ બહાર જ મિત્ર ની નજર સામે ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા. બહાર સંબંધીને ત્યાં જવાનું હોવાથી જયેશ પિતાના કહેવા પર પેટ્રોલ ભરાવવા આવ્યો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી
સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી

યુવકને 108માં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
મૃતક યુવકના પિતરાઈ ભાઈ વિશાલ રાજપૂતે જણાવ્યું હતું કે ઘટના લગભગ સાંજે 6:30 વાગ્યાની હતી. નવા વર્ષની સંધ્યા એ આખો પરિવાર સંબંધીને ત્યાં જવાની તૈયારી કરી રહ્યો હતો. પિતાએ પુત્ર જયેશને બાઇકમાં પેટ્રોલ ભરાવવા માટે મોકલ્યો હતો. જયેશ તેના મિત્ર ગૌરવ સાથે પુણા મિડાસ સ્કેવરની સામે આવેલા ભારત પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવવા ગયો હતો. જ્યાં લાઈનમાં વચ્ચેથી ઘુસી આવેલા ત્રણ યુવકોને ઠપકો આપતા ઝગડો થયો હતો. બસ એ વાતની અદાવતમાં ત્રણેય યુવકોએ જયેશ પમ્પ પરથી બહાર નીકળતા જ ઉભો રાખી ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા. ગૌરવ ને કઈ સમજ પડે એ પહેલાં જયેશને જાંગ ના ભાગેથી લોહી નીકળતું જોઈ 108ને કોલ કરી દીધો હતો.

ડાબેથી મૃતક જયેશ જમણે હત્યાનો આરોપી
ડાબેથી મૃતક જયેશ જમણે હત્યાનો આરોપી

ઘટનાની જાણ થતાં પરિવાર ભાંગી પડ્યો
પરિવારને ઘટનાની જાણ થતાં જ હોશ ઉડી ગયા હતા. જયેશને 108માં સ્વિમેર લઈ જવાયો હતો. જ્યાં મૃત જાહેર કરાયો હોવાની વાત કાને આવતા આખો પરિવાર ધુસ્કે ધુસ્કે રડી પડ્યો હતો. એક ની એક બહેનનો ભાઈ, ભાઈબીજની પૂર્વ સંધ્યા એ જ ભગવાન પાસે ચાલી ગયો હતો. નવા વર્ષની ખુશીનો માહોલ ગણતરીની સેકન્ડમાં માતમમાં ફેરવાઈ ગયો હતો.જયેશ કુરિયરનું કામકાજ કરતો હતો. તેના પિતા મિલમાં નોકરી કરે છે. બે દીકરા અને એક દીકરી સહિત જયેશ ત્રીજા નંબરનો દીકરો હતો. 21 વર્ષના જયેશની હત્યાએ આખી સોસાયટીમાં માતમ ફેલાયો છે. CCTVના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.