વિવાદ અને વિરોધ:ચોર્યાસી બેઠક ઉપર ‘એક જ ચાલે ઝંખનાબેન જ ચાલે’ના નારા લાગ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝંખના પટેલનું પત્તુ કપાતા કોળી સમાજ વિફર્યો, સંદીપ દેસાઇના ફોટો પર ચોકડી મારી

સુરતની ચોર્યાસી બેઠક પર ઉમેદવારની પસંદગીને પગલે ભારે વિવાદ અને વિરોધ ઉભો થયો છે. સીટિંગ ધારાસભ્ય ઝંખના પટેલની ટિકિટ કાપી નાખવામાં આવતા કોળી સમાજમાં વિરોધનો સુર ઉઠ્યો છે. કાંઠા વિસ્તારના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.ચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઈને બદલવા માટે કાંઠા વિસ્તારના ગામોએ વિરોધ નોંધાવ્યો છે. ચોર્યાસીમાં કોળી પટેલોના મતદારોની સંખ્યા ખૂબ જ વધારે છે. ભાજપે જાહેર કરેલી બીજી ઉમેદવારોની યાદીમાં ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઈનું નામ જાહેર કર્યું હતું.

ભાજપ બે બેઠક છોડી તમામ બેઠક પર રિપીટ ફોર્મુલા અપનાવી હતી.પરંતુ ચોર્યાસી બેઠક પર વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલની ટિકિટ કાપી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી હતી. સંદીપ દેસાઈને ટિકિટ અપાતા આ મામલે વિરોધ પણ સામે આવી રહ્યો છે. આ મામલે નારાજ કાર્યકરો વિરોધ નોંધાવી રહ્યા છે.

ત્યારે આ મામલે ચોર્યાસી બેઠકના ઉમેદવાર સંદીપ દેસાઈએ કશું પણ કહેવાનું ટાળ્યું હતું. ચોર્યાસી બેઠકના કોળી સમાજના મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ‘એક જ ચાલે ઝંખના બેન જ ચાલે’ના સૂત્રો લાગ્યા હતા. સંદીપ દેસાઈના ફોટો ઉપર ચોકડીનું નિશાન મારીને એકત્રિત થયેલા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

કાંઠા વિસ્તારમાં વિરોધને પગલે ભાજપમાં ચિંતા
ઝંખના પટેલને લઈ ધીરે ધીરે મામલો ગરમાઈ રહ્યો છે. રાજા પટેલ કોળી પટેલ સમાજમાં અગ્રણી તરીકેની ભૂમિકા ભજવતા હતા. તેમના આ વિસ્તારમાં કરેલા કામોને કારણે તેમની દીકરી ઝંખના પટેલ પણ જ્યારે રાજકારણમાં આવ્યા ત્યારે સ્થાનિક લોકોએ સાથ આપ્યો હતો. જેથી તેણી ભારે લીડથી જીતી રહી છે. પરંતુ આ વખતે ભાજપમાં પત્તું કપાયું છે. આ મામલે સંદીપ દેસાઈએ કહ્યું કે હું આજે તેઓને મળવાનો પણ છું. સમાજના આગેવાનોને મળીને બધા ભેગા મળીને ચૂંટણીના કામે લાગવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...