• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • On The City High Alert, Cases Have Been On The Rise For Three Days In Surat, The Municipal Commissioner Said, 1 Can Infect 10 People Infected With Corona, Testing Will Be Increased.

સંક્રમણ સ્ફોટક બન્યું:સુરતમાં ત્રણ દિવસથી કેસો વધતા શહેર હાઈએલર્ટ પર, પાલિકા કમિશનરે કહ્યું,-1 કોરોનાગ્રસ્ત 10 લોકોને સંક્રમિત કરી શકે,ટેસ્ટિંગ વધારાશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકા કમિશનરે વડીલો અને બિમાર લોકોને બહાર ન નીકળવા અને સાવધાની રાખવા અપીલ કરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પાલિકા કમિશનરે વડીલો અને બિમાર લોકોને બહાર ન નીકળવા અને સાવધાની રાખવા અપીલ કરી છે.(ફાઈલ તસવીર)
  • શહેરમાં સ્થિતિ આર નોટ ફેક્ટર 3 સ્તર પર: મ્યુનિસિપલ કમિશનર
  • હાલ છ હજાર લોકોનું ટેસ્ટિંગને વધારીને ક્રમશઃ14 હજાર સુધી લઈ જવાશે

સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. કોરોના સંક્રમણ વધવાને કારણે કેટલાક ઝોનમાં ભયજનક સ્થિતિ દેખાતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. કોરોના સંક્રમણ માટે જ અસર માપવામાં આવતું હોય છે. તે મુજબ સુરત શહેરમાં હાલ આર નોટ ફેક્ટર 3 સ્તર ઉપર પહોંચી ગયું છે. જે ખૂબ જ જોખમી માનવામાં આવે છે. જેનાથી માલુમ પડે છે કે, સુરત શહેરમાં સંક્રમણનું પ્રમાણ કેટલું ઝડપથી ફેલાઈ રહ્યું છે. અત્યારની સ્થિતિ જોતા એક કોરોના સંક્રમિત વ્યક્તિ અન્ય 10 લોકોને રહ્યું હોવાનું તારણ બહાર આવ્યું હોવાનું પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું છે.

ટીમો તૈયાર કરાઈ
સુરત શહેરની અંદર આરોગ્ય વિભાગ દ્વારા તમામ પગલાઓ લેવાનો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વિશેષ કરીને હાલની સ્થિતિ જોતાં હવે જો દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ થાય તો તેના માટે તમામ અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. જે કોરોના સંક્રમિત દર્દી સરકારી હોસ્પિટલમાં દાખલ થાય તો તેના માટેની તમામ સુવિધા અંગે અલગ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલ માટે અલગ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. શહેરમાં ઓક્સિજનના પ્રમાણ અને યોગ્ય જાળવી રાખવું તેના માટે પણ અધિકારીની અલગ નિમણૂક કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા તાત્કાલીક અસરથી સમગ્ર સ્થિતિને ધ્યાનમાં લેતા એક ટીમ તૈયાર કરવામાં આવી છે જે આગામી દિવસોમાં વધુ સક્રિય રીતે કામ કરશે.

શહેર હાઈ એલર્ટ પર
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સુરત શહેર હાલ હાઈ એલર્ટ ઉપર છે. આવનાર દિવસોમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળશે. જેને કારણે અમે ખૂબ સજાગતાથી કામ શરૂ કરી દીધું છે. પહેલા માત્ર છ હજાર જેટલા રોજના થતાં હતાં જેને વધારીને 14 હજાર ઉપર લઈ જવામાં આવશે. રિવર્સ ક્વોરન્ટીન રણનીતિનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં વધુ વયના લોકો કે, જેઓ સુગર, હાઈપરટેન્શન, કેન્સર કે અન્ય બીમારીઓથી પીડાતા હોય તેમને ઘરમાં જ રહેવા માટે સૂચના આપવામાં આવશે. કોરોના સંક્રમિત હોય કે ન હોય તેમણે પોતાના ઘરમાં જ રહેવું જોઈએ. કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.