તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોડા પર ભ્રષ્ટાચારની સવારી:આઇકોનિક રોડ પર બિલ્ડરને સોંપાયેલા સર્કલ પર રૂ. 40 લાખનો ઘોડો મૂકી આપવા પાલિકાનો પેંતરો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 40 લાખના ઘોડાના સ્કલ્પચરમાં 14 લાખની કન્સલ્ટન્સી ચૂકવાયાની શંકા, ચેરમેને કહ્યું, ‘ઘોડાનું ખબર નથી, પણ હવે ખાનગી કંપનીને સોંપાતા સર્કલની ડિઝાઇન પાલિકા તૈયાર કરશે’

વીઆઇપી રોડ પર આઇકોનિક રોડ નજીક બિલ્ડરને ડેવલપ કરવા માટે સોંપાયેલા સર્કલ પર 40 લાખનો ઘોડો મુકવા માટે પાલિકાના એક અધિકારીએ ગોઠવણ કરી હોવાનું આધારભૂત સૂત્રોનું કહેવું છે. આ ઘોડો બનાવવા પાછળ અંદાજે 14 લાખની કન્સલ્ટન્સી પણ ચૂકવાઇ હોવાની ચર્ચા પાલિકામાં ચાલી રહી છે. નિયમ મુજબ ખાનગી કંપનીઓને સોંપાતા સર્કલમાં પાલિકાએ એક રૂપિયો ખર્ચ કરવાનો હોતો નથી. કેમ કે જે-તે કંપનીને જાહેરાત માટે રાઇટ્સ આપવામાં આવતા હોય છે. પરંતુ આ કિસ્સામાં પાલિકા ખર્ચ કરતી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ અંગે દિવ્ય ભાસ્કરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પૂછતા તેમણે કહ્યું કે આ બાબત મારી જાણમાં નથી પરંતુ હવેથી કોઇપણ કંપનીને સર્કલ ડેવલપ કરવા માટે અપાશે ત્યારે તેની ડિઝાઇન પાલિકા જ તૈયાર કરીને આપશે અને જે-તે સર્કલ પરથી પાલિકાને પણ આવક થાય તે દિશામાં વિચારણા ચાલી રહી છે અને અધિકારીઓને પણ આ અંગે સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે કોઇપણ ટ્રાફિક આઇલેન્ડ કે સર્કલને ભાડે આપી પાલિકાને રોયલ્ટી મળવી જોઇએ. હાલમાં પાલ અને સિટીલાઇટ બે ટ્રાફિક સર્કલો ડેવલપ કરવા માટે ખાનગી કંપનીઓએ રસ દાખવ્યો છે.

ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, ટ્રાફિક સર્કલો માટે અગાઉ જે તે એજન્સી પાસે 10 હજાર ફી લઈને અરજી લેવાતી અને ટ્રાફિક સેલ દ્વારા રિપોર્ટ માટે એસવીએનઆઈટીને અપાતું, એસવીએનઆઈટી સરવે કરીને ટ્રાફિક ભારણની માહિતી એકત્ર કરતું હતું. એસવીએનઆઈટીની ફી પણ વધુ ભરવાની આવતી, તેથી આઈલેન્ડ બનાવવાનો હેતુ અને લાભ જતો રહે છે.

10 હજાર ફી સાથે સર્કલ અંગેનું નક્કી તો થાય પરંતુ કન્ફર્મેશન આવતું નથી. તેથી સર્કલો એજન્સીને સોંપી દેવાઈ છે તેની ફી ઓછી છે તે વધારે હોવી જોઈએ, 3 મહિનામાં કન્ફર્મેશન આપી દેવાનું અને નવા સર્કલો થકી પાલિકાને ઇન્કમ જનરેટ થાય તે પ્રમાણે પ્લાન તૈયાર કરવાનું સુચન કરવામાં આવ્યું છે.

2 સ્થળોએ સર્કલ માટે ખાનગી કંપનીઓએ રસ બતાવ્યો, એક સર્કલે ઘોડાનું સ્કલ્પચર મુકાશે
પાલ ખાતેના એક સર્કલ માટે ઓફર આવી છે અને રૂપિયા 8.50 લાખ રોયલ્ટી પાલિકાને મળે તેમ છે તેની ડીઝાઈન એપ્રુવલ થઈ છે. તો વીઆઇપી રોડ મણીબા પાર્ટીપ્લોટ પાસે પણ ઘોડાનું સ્કલ્પચર બનાવ્યું છે. ત્યાં પણ એક પાર્ટીએ રસ દાખવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...