• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, On The 71st Birthday Of Prime Minister Narendra Modi, Under "Namo Niramaya", People Will Be Given 25 Percent Discount For 171 Days.

સેવા યજ્ઞ:સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71મા જન્મદિને "નમો નિરામય" હેઠળ રાહતદરે દવાનો સેવા યજ્ઞ, લોકોને 171 દિવસ 25 ટકા ડિસ્કાઉન્ટ અપાશે

સુરતએક મહિનો પહેલા
શિક્ષણમંત્રી જીતુભાઇ વઘાણીએ યોજનાને આવકારી.
  • સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા સતત 171 દિવસ આ સેવા યજ્ઞ કરવામાં આવશે
  • 171 દિવસ સુધી રોજના 1000 પરિવારને 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71મા જન્મદિને "નમો નિરામય" હેઠળ રાહતદરે દવાનો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. નમો નિરામય અભિયાન હેઠળ ફોન કે વોટ્સએપ દ્વારા કોઈપણ કંપનીની દવા ઓર્ડર કરનારને દવા ઘર બેઠા રાહત દરે કુરિયર દ્વારા પહોંચાડવામાં આવશે, જેમાં 20% ડીસ્કાઉન્ટ ડેઈલી દવા દ્વારા + વધારાનું 5% ડીસ્કાઉન્ટ સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવશે. જેનો ભાર સંપ્રતિ ફાઉન્ડેશન ઉઠાવશે એવું પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ એ જણાવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શિક્ષણમંત્રી જીતુભાઇ વઘાણીએ યોજનાને આવકારી હતી. મેયર, પૂર્વ શહેર પ્રમુખ, સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

દવા ઓર્ડર કરનારને ઘરબેઠા કુરિયર દ્વારા પહોંચાડવામાં આવશે
નીરવ શાહ (સંપ્રતિ ફાઉન્ડેશન) એ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે "નમોત્સવ" અંતર્ગત સુરત સહિત સમગ્ર દેશમાં વિવિધ સેવાલક્ષી, પ્રજાલક્ષી કાર્યક્રમોની શ્રેણીબદ્ધ હારમાળા ભાજપ, NGO તથા વ્યક્તિગત ધોરણે સર્જાઈ રહી છે. ત્યારે આ સેવાયજ્ઞને આગળ ધપાવતા સુરત મનપાના પૂર્વ ડે. મેયર નિરવભાઈ શાહ એક અનોખી પહેલ કરતાં શહેરની તમામ જનતાને ઉપયોગી બની રહે તે માટે "નમો નિરામય" હેઠળ રાહતદરે આજથી સળંગ 171 દિવસ ફોન કે વોટ્સએપ દ્વારા દવા ઓર્ડર કરનારને ઘરબેઠા કુરિયર દ્વારા પહોંચાડવામાં આવશે, જે ખરેખર સુરત શહેરની જનતા માટે ખૂબ જ ફાયદાકારક અને આવકારદાયક સાબિત થઈ શકે છે.

ફોન કે વોટ્સએપના માધ્યમથી દવા મંગાવી શકાશે
વધુમાં ઉમેર્યું હતું કે, "નમો નિરામય" યોજના હેઠળ સુરત શહેરના તમામ પ્રજાજનોને ફોન કે વોટ્સએપના માધ્યમથી મંગાવેલી કોઈપણ કંપનીની દવા બીજે દિવસે કુરિયર દ્વારા મળી શકશે અને 20% + 5% ડિસ્કાઉન્ટ બિલની રકમ પર આપવામાં આવશે. ડેઈલી દવા દ્વારા 20% અપાનાર ડીસ્કાઉન્ટ સિવાય વધારાના 5% ડીસ્કાઉન્ટ રકમનો ખર્ચ રજી. સંસ્થા સંપ્રતિ ફાઉન્ડેશન(ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા ઉઠાવવામાં આવશે.

મેયર, પૂર્વ શહેર પ્રમુખ, સહિતના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
મેયર, પૂર્વ શહેર પ્રમુખ, સહિતના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

24 કલાકની અંદર બિલની રકમની ઓનલાઈન ચુકવણી કરાશે
વધુમાં ઉમેર્યું હતું કે, આ યોજના અંતર્ગત દવા મેળવવા ઇચ્છુક વ્યકિતએ મોબાઈલ નંબર 9375 100 200 પર વોટસએપ દ્વારા ડોકટર દ્વારા આપાયેલ પ્રિસ્ક્રીપ્સન મોકલવાનું રહેશે. પ્રિસ્ક્રીપ્સનમાં ડોક્ટર દ્વારા ઉલ્લેખ કરાયેલ કોઈપણ કંપનીની દવા/ ટેબ્લેટ/ કેપ્સુલ/ સીરપ/ ઇન્જેકશન/ પાઉડર/ ડ્રાય- પાઉડર/ ઓઇન્ટમેન્ટા ક્રિમા ડ્રોપ્સ વિગેરે બીજે દિવસે ઘરબેઠા જે તે વ્યક્તિને કુરિયર દ્વારા ઉપલબ્ધ થશે. એટલું જ નહીં જે તે લાભ લેનાર વ્યક્તિએ કુરિયર મેળવ્યા બાદ દવા યોગ્ય છે કે કેમ? તેની ચકાસણી કર્યા બાદ 24 કલાકની અંદર બિલની રકમની ઓનલાઈન / ગુગલ પે દ્વારા ચુકવણી કરવાની રહેશે.

ફોન કે વોટ્સએપ દ્વારા કોઈપણ કંપનીની દવા ઓર્ડર કરનારને દવા ઘર બેઠા રાહત દરે કુરિયર દ્વારા પહોંચાડવામાં આવશે.
ફોન કે વોટ્સએપ દ્વારા કોઈપણ કંપનીની દવા ઓર્ડર કરનારને દવા ઘર બેઠા રાહત દરે કુરિયર દ્વારા પહોંચાડવામાં આવશે.

કુલ 25,65,00,000 રૂપિયાની દવાનું વિતરણ કરવામાં આવશે
વધુમાં કહ્યું હતું કે, સુરત શહેરમાં કુલ 65,00,000 લાખની વસ્તી પ્રમાણે અંદાજે 15,00,000 પંદર લાખ પરિવારો વસેલા હોય જેમાંથી માત્ર 20% પરિવારોમાંથી કોઈને કોઈ વ્યકિતને દવા ચાલતી હશે. આ ૩,૦૦,૦૦૦ લાખ પરિવારોમાંથી ફક્ત અને ફક્ત 10% પરિવારો જો આ દવા મંગાવે તો દર મહિને 30000 પરિવારોને દવા મળશે એટ્લે કે દરરોજના સુરત શહેરમાંથી ફક્ત 1000 પરિવારો જો દવા મંગાવે તો એક અંદાજ પ્રમાણે લગભગ મહિનાની રૂ.1500/-ની દવા મંગાવવામાં આવે તો 171 દિવસ સુધી રોજના 1000 પરિવાર પ્રમાણે 1,71,000 પરિવાર x રૂ. 1,500ની દવા = રૂ.25,65,00,000/- ની દવાનું વિતરણ કરવામાં આવશે. જેના 20% પ્રમાણે રૂ.513,00,000 ડીસ્કાઉન્ટ તથા વધારાના 5% ડીસ્કાઉન્ટ પ્રમાણે રૂ. 1,02,60,000/ આમ કુલ 6,15,60,000ની માતબર રકમનું કુલ ડિસ્કાઉન્ટ સુરત શહેરની પ્રજાજનોને મળશે.