બ્રેક-અપ બાદ હુમલો:સુરતમાં તારા કારણે જ મારા ઘરમાં ઝઘડા થાય છે કહીં પિતાએ દીકરાની પૂર્વ પ્રેમિકાના માથામાં લોખંડની પાઈપ મારતા લોહીલુહાણ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • યુવતી અને યુવકના પ્રેમસંબંધની વાત લગ્ન સુધી પણ પહોંચી હતી
  • પ્રેમીના પરિવારજનો નારાજ હોવાથી 3 વર્ષ પહેલાં સંબંધ તોડ્યા હતા

તારા કારણે જ મારા ઘરમાં ઝઘડા થાય છે કહી પાડોશીએ દીકરાની પૂર્વ પ્રેમિકાના માથા પર લોખંડની પાઈપ મારી લોહીલુહાણ કરી દેતા પરિવાર દોડતું થઈ ગયું છે. ઇજાગ્રસ્ત હાલતમાં નિકિતા (નામ બદલ્યું છે)ને સિવિલ લવાતા તાત્કાલિક દાખલ કરી સારવાર શરૂ કરાઇ છે. લીંબાયત પોલીસે ઘટનાની જાણ બાદ પીધેલ પાડોશી ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ત્રણ વર્ષ પહેલાં નિકિતાએ પાડોશી પ્રેમી સચિન સાથે તમામ સંબંધ તોડી નાખ્યા બાદ પણ મારી નાખવાનો પ્રયાસ કરાતા ચર્ચાનો વિષય બન્યો છે.

ત્રણ વર્ષ પહેલાં જ તમામ સંબંધો તોડી નાખ્યા હતા
પરિવારે જણાવ્યું હતું કે 25 વર્ષીય નિકિતા એકાઉન્ટ લખવાનું કામ કરી ઘરમાં આર્થિક મદદરૂપ થઇ રહી છે. નિકિતાને એક મોટી બહેન અને પિતા લુમ્સના કારીગર છે. નિકિતાને પાડોશી યુવક સચિન જગદાણે સાથે જ પ્રેમ થઈ જતા વાત લગ્ન સુધી પહોંચી હતી. નિકિતાના માતા-પિતા પણ રાજી થઈ ગયા હોવાની વાત હતી પરંતુ પાડોશી યુવકના પરિવાર આ પ્રેમ લગ્નથી નારાજ હતા. જેને લઈ ત્રણ વર્ષ પહેલાં જ નિકિતાએ સચિન સાથે તમામ સંબંધો તોડી નવા જીવનની શરૂઆત કરી હતી.

યુવતીને લોહીલુહાણ કરી જમીન પર પાડી દીધી
વધુમાં જણાવ્યું હતું કે મોત સામે લડી રહેલી નિકિતા બુધવારના રોજ રાત્રે 8 વાગે ઘર બહાર નીકળતા જ પાડોશી પ્રકાશ જગદાણેએ અચાનક પાછળથી લોખંડની પાઈપથી હુમલો કરી નિકિતાને લોહીલુહાણ કરી જમીન પર પાડી દીધી હતી. પ્રકાશને હુમલો કરતા જોઈ પરિવાર અને સોસાયટીવાસીઓ દોડી જતા બચાવી લેવાય હતી. લોહીના ખાબોચિયામાં પડેલી નિકિતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા દાખલ કરી દેવાય હતી.

યુવતીને ક્રૂરતાપૂર્વક માર માર્યો
પરિવારે કહ્યું કે 3 વર્ષ પહેલાં બ્રેક-અપ થઈ ગયા બાદ હુમલો કરાયો છે. હુમલો કરનાર પ્રકાશ જગદાણે દારૂના નશામાં હતો. અમારી દીકરી પર ક્રૂરતાપૂર્વક માર મરનારને સજા થવી જોઈએ. લીંબાયત પોલોસે મોડી રાત્રે જ પ્રકાશની ધરપકડ કરી સ્થળ મુલાકાત સાથે આગળની તપાસ શરૂ કરી છે.