મોત CCTVમાં કેદ:સુરતમાં મુસાફર ભરેલી રિક્ષા ઉભી રાખી ચાલક રિક્ષામાંથી રોડ પર ઢળી પડ્યા બાદ મોત, યુવકને ખેંચની બીમારી હતી

સુરત5 મહિનો પહેલા
રિક્ષા ચાલકનું મોત સીસીટીવીમાં કેદ.
  • રિક્ષા ચાલક શંકાસ્પદ રીતે મોતને ભેટતા પોલીસે તપાસ હાથ ધરી
  • ખેંચની બીમારીને લઈ રિક્ષા ચાલકનું મૃત્યુ થયું હોવાનું અનુમાન

સુરતમાં ઉધના બસ ડેપો નજીક મુસાફરો ભરેલી રિક્ષા ઉભી રાખી ચાલક રિક્ષામાંથી રોડ પર ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું. રિક્ષા ચાલક શંકાસ્પદ રીતે મોતને ભેટતા પોલીસે તપાસ હાથ ધરી છે. આજે બપોરે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવતા ખેંચની બીમારીને લઈ રિક્ષા ચાલકનું મૃત્યુ થયું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. રિક્ષાની અંદર લાગેલા સાઈન બોર્ડને લઈ મૃતકનું નામ શેખ યુનુસ ઇશાક શેખ ઇબ્રાહિમ હોવાનું સામે આવ્યું છે. ઉધના પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ખેંચની બીમારીને લઈ રિક્ષા ચાલકનું મૃત્યુ થયું હોવાનું અનુમાન.
ખેંચની બીમારીને લઈ રિક્ષા ચાલકનું મૃત્યુ થયું હોવાનું અનુમાન.

પિતા અને ભાઈ-બહેનોનો આર્થિક આધાર છિનવાયો
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મરનારનું નામ યુનુસ ઇશાક શેખ છે અને એની ઉંમર 33 વર્ષની છે. યુનુસને સુગર અને ખેંચની બીમારી સહિત બીજી કેટલીક બીમારીઓ છે. બીમ પસારવાની મજૂરી કામ કરતો યુનુસ ક્યારેક રિક્ષા ચલાવી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો. બે ભાઈઓ અને ચાર બહેનો સહિત બીમાર પિતાની જવાબદારી પણ યુનુષના માથે જ રહેતી હતી.

મુસાફરે રિક્ષા ચાલકની મદદ કરી હતી પણ મોત થઈ ચૂક્યું હતું.
મુસાફરે રિક્ષા ચાલકની મદદ કરી હતી પણ મોત થઈ ચૂક્યું હતું.

રિક્ષા ચાલકને ખેંચની બીમારી હતી
ઉધના પોલીસે જણાવ્યું હતું કે હાલ પોસ્ટમોર્ટમ બાદ જ મૃતકના મોતનું કારણ જાણી શકાય છે. પરિવારની પૂછપરછમાં યુનુસને ખેંચની બીમારી હોવાનું સામે આવ્યું છે. ચાલુ રીક્ષાએ ખેંચ આવી જતા જમીન પર પડી ગયો હોય અને મોતને ભેટ્યો હોય એવું અનુમાન છે, વધુ તપાસ ચાલુ છે.

મોતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી.
મોતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી.