તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • On His Birthday In Surat, The Youth Tried To Give Natural Oxygen By Placing Tree Plants Between The Beds Of The Patients In The Isolation Center.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહયોગ:સુરતમાં જન્મદિવસે યુવકે આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓના બેડ વચ્ચે વૃક્ષના છોડ મૂકીને કુદરતી ઓક્સિજન આપવા પ્રયાસ કર્યો

સુરત4 દિવસ પહેલા
દર્દીઓના બેડની વચ્ચે છોડના કુંડા મૂકવામાં આવ્યાં છે.
  • આઈસોલેશન સેન્ટરમાં યુવકે 500 જેટલા પ્લાન્ટ મૂક્યાં છે.

કોરોના સંક્રમણમાં દરેક વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપવા ઈચ્છી રહ્યું છે. સુરતના યુવા ઉદ્યોગપતિએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી સુરતના 7 જેટલા આઇસોલેશન સેન્ટરમાં દર્દીને ઓક્સિજન દર્દીને મળી રહે તે માટે 2 બેડની વચ્ચે એક પ્લાન્ટ(વૃક્ષનો છોડ) મૂકવાનું આયોજન કર્યું છે.

દર્દીને કુદરતી ઓક્સિજન આપવા પ્રયાસ
સુરત નાના વરાછા મોતીનગરમાં રહેતા યુવા ઉદ્યોગપતિ સતિષ હીરાપરાએ પોતાના જન્મદિવસે લોકોને મદદરૂપ થવા માટે અનોખો વિચાર કર્યો છે. એગ્રીકલ્ચર પ્રોડક્ટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલા છે. ઉદ્યોગપતિએ કોરોના સંક્રમણ કાળમાં વચ્ચે વર્તમાન સમયમાં જેની સૌથી તાતી જરૂરિયાત છે, તે આપવાનો વિચાર કર્યો હતો. તેમને વિચાર આવ્યો કે, ઓક્સિજનની સૌથી વધુ ઘટ આ જોવા મળી રહી છે. તેવા સમયે ઓક્સિજનના કુદરતી સ્ત્રોત એવા નાના નાના છોડ દર્દીની પાસે મૂકવામાં આવે તો તેમને ઘણી રાહત થઇ શકે છે.

આઈસોલેશન સેન્ટરમાં છોડના કુંડા મૂકીને યુવકે જન્મદિવસ ઉજવ્યો હતો.
આઈસોલેશન સેન્ટરમાં છોડના કુંડા મૂકીને યુવકે જન્મદિવસ ઉજવ્યો હતો.

500 કરતાં વધુ પ્લાન્ટ મૂક્યા
શહેરના નાના વરાછા,યોગીચોક, કતારગામ, ઉત્રાણ જેવા વિસ્તારોમાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં પ્લાન્ટ મૂકવા માટેની વ્યવસ્થા ઊભી કરી છે. સતિષ હીરપરા સાથે તેમના પરિવારના સભ્યો અને સ્ટાફ દ્વારા સવારથી જ આઇસોલેશન સેન્ટરમાં જઈને પ્લાન્ટેશન મૂકવાનું કામ શરૂ કર્યું હતું. બે બેડ ની વચ્ચે એક પ્લાન્ટ મૂકવા સાથે તેમણે અંદાજે 500 કરતાં વધારે પ્લાન્ટ મૂકવાનું આયોજન કર્યું છે.

નાના મોટા 500 જેટલા કુંડા અલગ અલગ સેન્ટરમાં મૂકવામાં આવ્યાં છે.
નાના મોટા 500 જેટલા કુંડા અલગ અલગ સેન્ટરમાં મૂકવામાં આવ્યાં છે.

સેવા કરીને જન્મદિવસ ઉજવ્યો
સતિષ હીરાપરાએ કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં પણ પોતાના જન્મ દિવસથી જરૂરિયાત મંદ લોકોને જમાડવાનું શરૂ કર્યું હતું તેમના કહેવા મુજબ અંદાજે દોઢ લાખ લોકોને તેમણે લોકડાઉનના પહેલા તબક્કામાં ભોજનની વ્યવસ્થા કરી હતી. પોતાના જન્મદિવસની ઉજવણી વર્ષોથી તેઓ વૃદ્ધાશ્રમ અનાથ આશ્રમ તેમજ નિરાશ્રિતો વચ્ચે જઈને ઉજવણી કરતા રહે છે. 16 વર્ષની વયથી તેમણે આ પ્રકારે પોતાના જન્મદિવસની ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો