સ્ટંટ કરવો યુવકને ભારે પડી ગયો:મિત્રના બર્થડે પર મોઢામાં પેટ્રોલ ભરી સ્ટંટ કરતો યુવક દાઝ્યો

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોસાડ આવાસની ઘટના, ઇજાગ્રસ્ત સ્મીમેર ખસેડાયો

કોસાડ આવાસમાં મિત્રના જન્મ દિવસની ઉજવણીમાં પેટ્રોલ વડે સ્ટંટ કરવો યુવકને ભારે પડી ગયો હતો. ઉજવણી દરમિયાન યુવક મોઢામાં પેટ્રોલ ભરી હવામાં ભડકો કરતો હતો. ત્યારે પેટ્રોલ તેના ચહેરા પર ઉડતા યુવક દાઝી ગયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મળેલી માહિતી મુજબ અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતો અજય સુશાંતભાઈ મિશ્રા(20) કાપડના કારખાનામાં કામ કરે છે. શુક્રવારે ઘર નજીક રહેતા મિત્રનો જન્મદિવસ હોવાથી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રના જન્મ દિવસની ઉજવણી દરમિયાન અજય મોઢામાં પેટ્રોલ ભરી હવામાં ભડકો કરવાનો સ્ટંટ કરી રહ્યો હતો.

આ દરમિયાન પેટ્રોલનો ફુવારો તેના ચહેરા પર જ પડતા અજય ચહેરાના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘર નજીકના ક્લિનીકમાં સારવાર બાદ અજયને સારવાર માટે તેના દાદાએ સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેને સારવાર માટે દાખલ કરાયો છે. બનાવની જાણ થતા અમરોલી પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...