તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિકાસ કૌભાંડ:1800 કરોડના નિકાસ કૌભાંડમાં નિકાસકારોના કન્ટેનર રડાર પર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતના ત્રણ નિકાસકારોના કેસમાં હવે નાવાસોવા પોર્ટ પર વધુ કડકાઈ બતાવાઈ રહી છે, સુરત DRI તપાસથી બહાર

રૂ.1800 કરોડના ડયૂટી ડ્રો બેક સ્કેન્ડલમાં સંડોવાયેલાં સુરતના 3 નિકાસકારોના કેસમાં હવે નાવાસોવા પોર્ટ પર વધુ કડકાઈ બતાવાઈ રહી છે અને સુરતના નિકાસકારોના કન્ટેનર પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. મુંબઇ ડીઆરઆઇના સૂત્રો કહે છે કે મીસ ડિકલેરેશનના આ કેસમાં હજી અનેક નિકાસકારો સાણસામાં આવી શકે છે. બીજી તરફ સુરત ડીઆરઆઇને હજી સમગ્ર પ્રકરણ મામલે એકિટવ કરવામાં આવી નથી. આ જ સ્થિતિ સુરત કસ્ટમની પણ છે.

મુંબઇ ડીઆરઆઇ દ્વારા સુરતના ત્રણ નિકાસકારોને નોટિસ આપી હતી. આ નિકાસકારોએ હજી સબંધિત અધિકારી સમક્ષ જવાબ લખાવ્યા નથી. આ ઉપરાંત કુલ 11 નિકાસકારો સામે પગલાં લેવામાં આવ્યા હતા અને ડયૂટી ડ્રો બેકમાં મીસ ડિકલેરેશનના આધારે અન્યોના નામે ચીંધી મોકલીને ખેલ કરાયો હતો. કેસમાં અધિકારીઓ કન્ટેનર પર ખાસ વોચ રાખી રહ્યા છે.

ઇપીસીજી સ્કીમમાં ત્રણ વ્હાઇટ કોલરનો ખેલ
ઇપીસીજી સ્કીમમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ લઇને નિકાસના ટાર્ગેટ એચિવ નહીં કરી તેના લાભ લઇને પલાયન થઈ જનારા નિકાસકારોના બાકી રહેલાં ટાર્ગેટ ડયૂટીના લાભ માટે પુરા કરવામાં ત્રણ વ્હાઇટ કોલર ધારકો એક્ટિવ છે. સમગ્ર કાંડમા આવનારા સમયમાં ડીઆરઆઇ એકિટવ થાય એવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...