ગામજનોમાં ફફડાટ:સુરતના નાની નરોલી ગામે ઘરના કમ્પાઉન્ડમાં દીપડાના આંટાફેરા CCTVમાં કેદ

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિકાર કરવા આવેલો દીપડો સીસીટીવીમાં કેદ થયો. - Divya Bhaskar
શિકાર કરવા આવેલો દીપડો સીસીટીવીમાં કેદ થયો.
  • દીપડો છ ફૂટની ઊંચી દીવાલ કૂદીને ઘરના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યો હતો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે રાત્રી દરમિયાન ઘરના કમ્પાઉન્ડમાં સુધી દીપડો પહોંચી ગયો હતો. મરઘાનો શિકાર કરી ભાગતો દીપડો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. દીપડો ઘર સુધી પહોંચી જતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શિકાર કરવા આવતો અને શિકાર કરી જતો દીપડો સીસીટીવીમાં કેદ
નાની નરોલી ગામે મુખ્ય માર્ગ પર ઈદ્રીશભાઈ ઈલિયાસભાઈ તરકીનું મકાન આવેલું છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રી દરમિયાન દીપડો છ ફૂટની ઊંચી દીવાલ કૂદીને ઘરના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરે છે અને ઝાડ પર બેઠેલા મરઘાનો શિકાર કરે છે. ગત રાત્રિ દરમિયાન મરઘાનો શિકાર કરવા આવતો અને શિકાર કરી જતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

દીપડાને પકડવા લોકોની માગ
રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં અવાર નવાર દીપડા આવતા સ્થાનિક રહીશોમાં ભય ઉભો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે નજીકના ગામમાં ત્રણ દીપડા અને ત્રણ બચ્ચા કાયમી ધોરણે આંટાફેરા કરી રહ્યા છે. જેથી ખેડૂતો રાત્રી દરમિયાન ખેતરોમાં જઈ શકતા નથી ત્યારે વન વિભાગ સત્વરે આ દિશામાં કાર્યવાહી કરે અને લોકોને ભયમુક્ત કરે તેવી પ્રબળ લોકમાગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...