વૃદ્ધ પર જીવલેણ હુમલો:સુરતમાં મંડપ ડેકોરેશનના વેપારી પર ચાર યુવકોનો હુમલો CCTVમાં કેદ, 10 સેકન્ડમાં ચપ્પુના 4 ઘા માર્યા

સુરત2 મહિનો પહેલા
વૃદ્ધ પર થયેલી હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ.
  • હપ્તા વસૂલીને લઈને ધાક ધમકી આપવામાં આવી રહી હતી

સુરતના નવાગામ ચિતા ચોકમાં બુધવારની રાત્રે એક મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ વેપારી પર ચાર હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કરી 10 સેકન્ડમાં 4 ઘા મારતા ભાગદોડ મચી ગઇ હતી. હપ્તો નહીં આપતા હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. વૃદ્ધ ભરત પાટીલને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. હુમલાખોરો સ્થાનિક હોવાનું હાલ બહાર આવ્યું છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચાર યુવકો દ્વારા ચપ્પુથી હુમલો કરાયો હતો.
ચાર યુવકો દ્વારા ચપ્પુથી હુમલો કરાયો હતો.

હુમલા પાછળ હપ્તો ન આપવાનું કારણ
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ભરતભાઇ તુકારામ પાટીલ (ઉ.વ. 60, રહે. ચિતાચોક નવાગામ) 35-40 વર્ષથી ભરત મંડપ ડેકોરેશનના ધંધા સાથે જોડાયેલા છે. ત્રણ દીકરા વહુ અને પત્ની સાથે રહે છે. પ્રેમાળ સ્વભાવના વૃદ્ધ ભરત ભાઈ પર થયેલા હુમલા પાછળ હપ્તો ન આપવાનું કારણ બહાર આવી રહ્યું છે.

ચાલતા જતા વૃદ્ધ પર અચાનક જ હુમલો કરી દીધો.
ચાલતા જતા વૃદ્ધ પર અચાનક જ હુમલો કરી દીધો.

લોહીના ખાબોચિયામાં પડેલા વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયા
વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ટપોરીઓ ભરતભાઈ પાસે હપ્તા વસૂલીને લઈને ધાક ધમકી આપી રહ્યા છે. આખરે ભરતભાઈ પર બુધવારની રાત્રે લગભગ 8 વાગે ટપોરીઓએ હુમલો કરી ચપ્પુના 3-4 ઘા મારી દેતા ડરનો માહોલ ઉભો થયો છે. લોહીના ખાબોચિયામાં પડેલા ભરતભાઇને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડીંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વૃદ્ધને હપ્તા માટે ધક ધમકીઓ આપવામાં આવતી હતી.
વૃદ્ધને હપ્તા માટે ધક ધમકીઓ આપવામાં આવતી હતી.