બદકામ:સુરતમાં વૃદ્ધે માનસિક બીમાર બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ, સ્થાનિકોએ વીડિયો ઉતારી પોલીસને જાણ કરી

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાળક સાથે ગંભીર ગુનો દાખવનાર સામે પોલીસે તપાસ હાથ ધરી છે(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
બાળક સાથે ગંભીર ગુનો દાખવનાર સામે પોલીસે તપાસ હાથ ધરી છે(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • બાળકને રમાડવાના બહાને ખોળામાં બેસાડીને ખરાબ કરતાં વૃદ્ધની પોલીસે અટક કરી

સુરતમાં વાંસનામાં અંધ બનેલા વૃદ્ધે એક માનસિક બીમાર બાળક સાથે જાહેરમાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું છે. બાળકોને રમાડવાના બહાને ખોળામાં બેસાડીને તેની સાથે અડપલા કરવાની સાથે સાથે ખરાબ કામ કરતો હોવાની સ્થાનિકોને આશંકા હોય છે. જેથી તેના પર નજર રાખવામાં આવે છે, એ દરમિયાન વૃદ્ધ એક માનસિક બીમાર બાળક સાથે જાહેરમાં બાંકડા પર બેસીને બાળક સાથે ખરાબ કામ કરતો હોવાનો વીડિયો સ્થાનિકોએ મોબાઈલના કેમેરામાં કેદ કરીને પોલીસને સોંપ્યો હતો. જેથી પોલીસે હાલ વાસનામા અંધ બનેલા વૃદ્ધની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.(સમગ્ર ઘટનાનો સ્થાનિકોએ કેમેરામાં કેદ કરેલો વીડિયો દિવ્યભાસ્કર પાસે છે.પરંતુ ઘટનાના ઔચિત્યને લઈને જાહેર કર્યો નથી.)

સોસાયટીના રહીશો ચોંકી ઉઠ્યાં
સોસાયટીના એક વડીલે નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, વાસના પીડિત વૃદ્ધ નિઃસંતાન છે. સોસાયટીના બાળકોને રમાડવાના બહાને જાહેરમાં ખરાબ કામ કરતો હતો. આવા ગંદા કામ કરતો હોવાનું વીડિયોમાં બહાર આવતા આખી સોસાયટી ચોંકી ગઈ છે. વૃદ્ધની વાસના નો ભોગ બનનાર માનસિક બીમાર બાળક બાજુની સોસાયટીમાં રહે છે.

સોસાયટીના ગેટ પાસે ખરાબ કામ કર્યુ
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, સોસાયટીના ગેટ પર જ એક વૃદ્ધ બાકડા પર બેસી બાળકોને ખોળામાં બેસાડી વ્હાલ કરતા જોઈ આખી સોસાયટી ખુશ હતી. નિઃસંતાન વૃદ્ધનો બાળક પ્રત્યેનો પ્રેમ જોઈ તમામ રાજી રહેતા હતા. જોકે એક દિવસ સોસાયટીના બાળકોએ વૃદ્ધની ગંદી હરકત જોઈ એનો વીડિયો બનાવી લીધો હતો.ત્યારબાદ પોત પોતાના વડિલોને વીડિયો બતાવતા ચર્ચાનો વિષય બન્યો હતો.

વીડિયો પોલીસને બતાવતા અટકાયત
આ એક ખૂબ જ ગંદી માનસિકતા સામે આવી હતી. માનસિક બીમાર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બાબતે મૌન ધારણ કરીશું, તો ભગવાન પણ માફ નહિ કરે. એ વિચારથી પોલીસની મદદ લીધી હતી. પોલીસને સમગ્ર વીડિયો બતાવવામાં આવતા પોલીસે તાત્કાલિક પગલાં રૂપી એની અટક કરી હતી. મંગળવારની રાત્રે પોલીસે વૃદ્ધની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હોવાનું સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું.

તપાસ ચાલુ છે-પોલીસ
સમગ્ર ઘટના અંગે કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ એ.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, મારા ધ્યાને વાત આવી છે. બાળકના માતા-પિતા ને બોલાવ્યા છે. ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે. તપાસ કરી રહ્યા છીએ.