ભાસ્કર એક્સક્લૂસિવ'આના કરતાં તે મરી ગઈ હોત તો સારું થાત':5 વર્ષની ઉંમરે બાળકી દુષ્કર્મનો ભોગ બની, એ પછી 4 વર્ષમાં 11 ઓપરેશન ને અનેક રીતે થયા માનસિક 'બળાત્કાર'

સુરત24 દિવસ પહેલાલેખક: પંકજ રામાણી

કોઈ નરાધમ તો એક જ વખત દુષ્કર્મ કરતો હોય છે. પરંતુ ત્યારબાદ પીડિતાથી લઈને પરિવાર પર અનેક વખત અનેક જગ્યાએ દુષ્કર્મો થયા કરે છે. સાંભળવામાં આ ભલે ફિલ્મી ડાયલોગ લાગે, પણ તેનો એકેએક શબ્દ એકદમ સાચો ઠરતો હોય તેનું સુરતની બાળકી અને તેના પરિવાર સાથે થયું છે. પાંડેસરા વિસ્તારમાં સપ્ટેમ્બર 2018માં પાંચ વર્ષની બાળકી પર પાડોશમાં જ રહેતા નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. જઘન્ય રીતે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને મારી નાખવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકી જીવી ગઈ.

જીવી ગઈ એ જ બાળકીનું સૌથી મોટું દુર્ભાગ્ય
બસ આ જીવી ગઈ એ જ આ ભોગ બનેલી બાળકીનો ગુનો. જનનાંગો ભેગા થઈ જતાં અસહ્ય વેદના વચ્ચે જીવી ગયેલી બાળકી પર 11 ઓપરેશન થયા હતાં. તો પરિવાર પર અને બાળકી પર સમાજ સર્જરીની રીતે અનેક વખત બળાત્કાર થતો રહ્યો હોય એવું થઈ ગયું છે. આ બાળકીના પરિવારે સતત ઘર બદલતા રહેવાની નોબત આવી ગઈ. જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની દુષ્કર્મીને સજા તો મળી છે. તેમ છતાં પરિવાર સતત ડરના માહોલમાં છે કે, ક્યાંક આરોપી બહાર આવી ગયો તો અમારી સાથે શું થશે...