માગણી:ઓલા-ઉબેરના રિક્ષાચાલકોની ભાવવધારો આપવા માગણી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગ ન સંતોષાય તો હડતાળની ચિમકી

પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતના ઈંધણના ભાવમાં સતત વધારો થતાં ઓનલાઈન ઓલા, ઉબેર, કુક અને જુગનુ સહિતની એપ્લિકેશનોમાં સેવા આપતા રિક્ષાચાલકોએ મિનિમમ ભાડું અને કિલોમીટર દીઠ ભાડમાં 1 રૂપિયાનો વધારો કરવા માંગણી કરી છે. આ માટે ઓનલાઈન ઓટો ડ્રાઈવર એકતા ગ્રુપ સુરતે ઓલા-ઉબેરના પ્રતિનિધીઓને આવેદન આપીને રજૂઆત કરી છે.

પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતનાં ઈંધણમાં ભાવવધારા સાથે રિક્ષામાં ઉપયોગમાં લેવામાં આવતા ઓઈલના ભાવમાં 15 ટકા અને સ્પેરપાર્ટ્સના ભાવમાં 20થી 25 ટકા સુધીનો વધારો નોંધાયો છે. બીજીતરફ ઓનલાઇન એપ્લિકેશનો સાથે ધંધો કરતા રિક્ષાચાલકોને મિનિમમ ભાડું 20 રૂપિયા જ્યારે દર કિલોમીટરે 10 રૂપિયા ભાડું આપવામાં આવે છે.

કંપનીઓ દ્વારા રિક્ષા ચાલકોને મિનિમમ ભાડું 30 રૂપિયા અને કિલોમીટર દીઠ 12 રૂપિયા ભાડું આપવા માંગ કરી છે. જો આવનારા દિવસોમાં તેમની માંગને સંતોષવામાં નહીં આવે તો હડતાળ પાડવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એકતા ગ્રુપના હનીફ મન્સુરી કહે છે કે, ‘અમે ઓલા-ઉબેરના પ્રતિનિધિઓને રજૂઆત કરી છે. જો માંગ સંતોષવામાં ન આવે તો અમે આગામી દિવસોમાં હડતાળ પાડીશું.

અન્ય સમાચારો પણ છે...