ભારે વરસાદની અસર:ઓખા-મુંબઈ ટ્રેન 5 કલાક લેટ સુરતથી 4 ફ્લાઈટ મોડી ઉપડી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભારે વરસાદની અસર
  • સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, રાજકોટ ડિવિઝનની 3 ટ્રેન રદ કરાઈ

સૌરાષ્ટ્ર, દ.ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે સુરતનો ટ્રેન, બસ અને ફલાઇટ વ્યવહાર ખોરવાયો હતો. સુરત એરપોર્ટથી એર ઇન્ડિયાની સુરત-કોલકાતા, સ્પાઇસ જેટની સુરત-પુણે અને હૈદરાબાદ, એર ઇન્ડિયાની સુરત-ભુવનેશ્વર ફ્લાઇટ 1 કલાક મોડી ઉપડી હતી.

રાજકોટ ડિવિઝનની 3 ટ્રેનો રદ રહી હતી જ્યારે સુરત આવનારી ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રી-શિડ્યુઅલ કરવી પડી હતી. આ ટ્રેન 5 કલાક મોડી પડી હતી.જેને ડાયવર્ટ કરી દોડાવવી પડી હતી.આ જ રીતે પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસને પણ બદલેલા માર્ગે દોડાવવામાં આવી હતી. મુંબઇથી આવતી કેટલીક ટ્રેનો પણ 30થી 45 મિનિટ જેટલી મોડી પડી હતી. સૌરાષ્ટ્રના ભારે વરસાદને લીધે સુરત વિભાગની 3 બસો કેન્સલ કરવી પડી હતી.સુરતના વિભાગીય નિયામક સંજય જોશીએ જણાવ્યું હતું કે સૂરત ડિવિઝનની ફક્ત 3 જ બસ કેન્સલ કરવી પડી છે.

મેમુ ટ્રેનોમાં હવે પાસ હોલ્ડરો યાત્રા કરી શકશે
રેલવેના વડોદરા ડિવિઝને સુરત -વડોદરા મેમુ સહિતની મેમુ અને ડેમુ ટ્રેનોમાં પાસ હોલ્ડરોને મુસાફરી કરવાની છૂટ આપી છે. હવે સુરત-વડોદરા મેમુ ,ભરૂચ-સુરત મેમુ ,વડોદરા-સુરત-વડોદરા મેમુ વગેરે ટૂંકા અંતરની ટ્રેનોમાં પાસ હોલ્ડરો હવે મુસાફરી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...