ચોરી:વરાછામાં સાળા-બનેવી ટેમ્પોચાલક સાથે મળી 7.52 લાખના તેલના ડબ્બા ચોરી છૂ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોલસેલર વેપારી હરેશ રાજાએ સીસી કેમેરા તપાસતા બન્ને નોકરનો ભાંડો ફૂટ્યો

વરાછામાં હોલસેલર તેલના વેપારીને ત્યાં નોકરી કરતા સાળા-બનેવીએ 7.10 લાખના તેલના ડબ્બા અને અન્ય ખાદ્યસામગ્રી મળી 7.52 લાખની ચોરી કરી ફરાર થયા છે. વેપારીએ કંટ્રોલરૂમને જાણ કરતા વરાછા પોલીસે બન્નેને પકડી લીધા હતા. બન્નેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સાળા-બનેવીનો ચોરીનો મામલો સામે આવ્યો હતો.

વરાછામાં એલએચ રોડ પર જોલી એન્કલેવમાં રહેતા તેલના અને ખાદ્યસામગ્રીના હોલસેલર વેપારી હરેશભાઈ રાજાને ત્યાં 2013થી 2016 સુધી કિશોર તૈલી કામ કરતો હતો. પછી કિશોરે નોકરી છોડી તેના સાળા નરેશ તૈલીને નોકરી પર મુકી ગયો હતો. નરેશ પાસે ગોડાઉન અને દુકાનની ચાવી રહેતી હતી.

બન્ને ચોરોએ 22મી જુલાઇથી 30મી જુલાઇ સુધી રૂ.2.11 લાખના 94 તેલના ડબ્બાની ચોરી કરી હતી. જેમાં વેપારીને 2.11 લાખ રૂપિયા આપી દેતા સમાધાન થયું હતું. પછી વેપારીએ છેલ્લા 60 દિવસના સીસીટીવી કેમેરા ચેક કર્યા

63 ડબ્બા ચોરી થયા
બન્ને ચોરો 25મી જૂનથી લઈ 20મી જુલાઇ સુધીમાં ટેમ્પોમાં 63 તેલના ડબ્બા, ચા અને અન્ય ખાદ્ય સામગ્રી મળી 7.52 લાખની ચોરી કરી ભાગી ગયા હતા. પછી વેપારીએ વહેલી સવારે મોબાઇલ પર દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં એક ટેમ્પો અને બે માણસો દેખાયા હતા.

કેમેરામાં ખેલ ખુલ્યો
જુલાઇ માસના 10 દિવસના કેમેરા ચેક કરાવતા વેપારીનો ભાંડો ફૂટ્યો હતો. બંનેને ચોરને પકડી લીધા હતા. જોકે, જેતે સમાધાન થયું હતું. પરંતુ ફરી વખત બે મહિનાના કેમેરા ચેક કરાવતા ચોરી પકડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...