ઉધનામાં ડાઈંગ મીલમાં ઓઈલ હીટિંગના કારણે બોઈલરમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગણતરીની મીનીટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.ઉધના રોડ નં.6 ઉધના પોલીસ લાઈનની બાજુમાં આવેલી શંકરજી ઓલીયા ડાઈંગ મીલમાં સોમવારે સવારે ઓઈલ હીટિંગના કારણે બોઈલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
બોઈલરમાં આગ લાગી હોવાની જાણ થતા મીલમાં ભાગદોડ મચી ગઈ હતી. જો કે, બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી ન હતી. તેમજ ગણતરીની મીનીટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
ડિંડોલીમાં બિનવારસી બાઈકમાં આગ લાગી
નવાગામ ડિંડોલી નંદનવન ટાઉનશીપ પાસે રવિવારે મોડી રાત્રે એક બિનવારસી બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે ત્યાં સુધીમાં સંપૂર્ણ બાઈક આગની લપેટમાં આવી ગયું હતું. બિનવારસી પડેલા આ બાઈકમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું ન હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.